ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો, વધુ 12 શિવસેના સાંસદ CM શિંદે સાથે

|

મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરિક લડાઈ વચ્ચે ઉદ્ધવ ઠાકરે પાર્ટી પરની પકડ ગુમાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા એકનાથ શિંદેના નેતૃત્વમાં ડઝનબંધ ધારાસભ્યોએ બળવો કર્યો હતો. આ પછી મહારાષ્ટ્ર વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં પણ ઉદ્ધવને પૂરતું સમર્થન મળ્યું ન હતું. ધારાસભ્યોનો વિશ્વાસ ઉઠી જતાં હવે સાંસદોએ પણ ઉદ્ધવનો સાથ છોડવાનું શરૂ કરી દીધું છે. અહેવાલો અનુસાર શિવસેનાના 12 સાંસદો એકનાથ શિંદેનો હાથ પકડી શકે છે.

12 સાંસદો સીએમ શિંદેને મળવા પહોંચ્યા

શિવસેના સંસદીય દળમાં મતભેદોના અહેવાલો વચ્ચે રિપબ્લિક ટીવીએ તેના અહેવાલમાં દાવો કર્યો છે કે 12 લોકસભા સાંસદો એકનાથ શિંદે કેમ્પમાં જોડાશે. રિપોર્ટ અનુસાર આ સાંસદોમાં ભાવના ગવળી અને શ્રીકાંત શિંદેના નામ સામેલ છે. ન્યૂઝ એજન્સી ANIએ શિવસેનાના 12 સાંસદો અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની બેઠકની તસવીર પણ જાહેર કરી છે.

ઉલ્લેખનીય છે કે શિવસેનામાં બળવો શરૂ થયો ત્યારથી જ ભાવના ગવળી અને શ્રીકાંત શિંદેએ ઉદ્ધવ ઠાકરે જૂથથી પોતાને દૂર કર્યા હતા. અત્યારે 6 લોકસભા સાંસદો- વિનાયક રાઉત, અરવિંદ સાવંત, ગજાનન કિરીટકર, સંજય જાધવ, ઓમ રાણે નિમ્બાલકર અને રાજન વિચારે ઉદ્ધવ ઠાકરે સાથે છે. દાદરા અને નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે હજુ પોતાનો ભાવિ નિર્ણય જાહેર કર્યો નથી.

શિવસેનાના 12 સાંસદોની યાદી જુઓ:

  • શ્રીકાંત શિંદે - સીએમ એકનાથ શિંદેના પુત્ર. કલ્યાણ લોકસભા સીટથી સંસદસભ્ય.
  • ધૈર્યશીલ માને, હાટકનાગલે લોકસભા સીટથી સંસદસભ્ય.
  • સદાશિવ લોખંડે, શિરડીના સાંસદ. હેમંત ગોડસે, નાસિક સાંસદ.
  • હેમંત પાટીલ, હિંગોલી લોકસભા સીટના સાંસદ.
  • રાજેન્દ્ર ગાવિત, પાલઘર સાંસદ. સંજય માંડલિક, કોલ્હાપુરના સાંસદ.
  • શ્રીરંગ બાર્ને, માવલ લોકસભા સીટના સંસદસભ્ય.
  • રાહુલ શેવાળે, દક્ષિણ મધ્ય મુંબઈના સાંસદ.
  • પ્રતાપરાવ ગણપતરાવ જાધવ, બુલઢાના સાંસદ.
  • કૃપાલ તુમાને, રામટેકથી લોકસભા સાંસદ. ભાવના ગવલી, યવતમાલ-વાશિમના સાંસદ

લોકસભામાં બદલાશે શિવસેના નેતા!

એવો અંદાજ છે કે સીએમ એકનાથ શિંદેને મળી ચૂકેલા 12 સાંસદોનું જૂથ લોકસભામાં અલગ જૂથ તરીકે ઓળખાય તેવી શક્યતાઓ શોધી રહ્યું છે. શિવસેના સંસદીય દળના નેતા વિનાયક રાઉતે લોકસભા સ્પીકર ઓમ બિરલાને અપીલ કરી છે. રિપબ્લિક ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બળવાખોર સાંસદો ઇચ્છે છે કે રાહુલ શેવાલે સંસદીય દળના નેતા અને ભાવના ગવલી મુખ્ય દંડક બને.

સીએમ શિંદેનો દાવો- 18 સાંસદો અમારી સાથે છે!

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સોમવારે મોડી રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી સાંસદો મને મળ્યા નથી. તે કાલે ચોક્કસ મને મળશે. જ્યારે 12 સાંસદોએ ઉદ્ધવ ઠાકરેને છોડ્યા ત્યારે એકનાથ શિંદેએ કહ્યું હતું કે, 12 કેમ? શિવસેના પાસે 18 સાંસદો છે. બધા મને મળશે

ઉદ્ધવની પકડ ઢીલી, શિવસેના વિખેરાઇ

મહારાષ્ટ્રના વિધાનસભ્યોના બળવા પછી એકનાથ શિંદે 30 જૂને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. શિવસેનાના ધારાસભ્યોનો અસંતોષ જોઈને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને સમર્થન આપ્યું હતું. જો કે, એ પણ રસપ્રદ છે કે ફડણવીસે પહેલા સરકારમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ રાજકીય પંડિતોના જણાવ્યા અનુસાર, બીજેપી હાઈકમાન્ડની સૂચના પર, ફડણવીસે ડેપ્યુટી સીએમ પદ સ્વીકાર્યું હતું. જો કે, નવી સરકાર બની છે, પરંતુ શિંદે છેલ્લા 18 દિવસમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરી શક્યા નથી, આ વાત પર ઉદ્ધવ ઠાકરેની છાવણીમાં સામેલ નેતાઓની પણ નજર છે.

MORE UDDHAV THACKERAY NEWS  

Read more about:
English summary
Another blow to Uddhav Thackeray, with 12 more Shiv Sena MPs CM Shinde
Story first published: Tuesday, July 19, 2022, 18:07 [IST]