2018માં 417 આતંકી હુમલા
રાયે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. 2018માં 417 અને 2021માં 229 આતંકી હુમલા થયા છે. તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે આતંકવાદ સામે લડવું એ સતત પ્રક્રિયા છે.
સરકાર ઉઠાવી રહી છે પગલા
સરકારે કાયદાકીય માળખાને મજબૂત કરવા, ગુપ્ત માહિતીને સુવ્યવસ્થિત કરવા, આતંકવાદ સંબંધિત કેસોની તપાસ અને કાર્યવાહી માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની સ્થાપના સહિત વિવિધ પગલાં લીધાં છે.
સ્થિતિ ઘણી હદ સુધી નિયંત્રિત
નિત્યાનંદ રાયે કહ્યું કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), સીમા અને દરિયાકાંઠાની સુરક્ષા, પોલીસ દળોનું આધુનિકીકરણ અને રાજ્ય પોલીસ દળોને મજબૂત કરવામાં આવી રહ્યા છે. મંત્રીએ વધુમાં કહ્યું કે દેશમાં આતંકવાદ સંબંધિત હિંસા પર ઘણી હદ સુધી નિયંત્રણ કરવામાં આવ્યું છે.
244 આતંકવાદી ઘટનાઓ થઇ
મંત્રીએ ડેટા પણ શેર કર્યો જે દર્શાવે છે કે 2020માં જમ્મુ અને કાશ્મીરમાં 244 આતંકવાદી ઘટનાઓ બની હતી, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં 2021માં આ સંખ્યા ઘટીને 229 થઈ ગઈ હતી.
જેમાં 62 સુરક્ષા જવાનો અને 37 નાગરિકો માર્યા ગયા હતા
મળતી માહિતી અનુસાર 2020માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 62 સુરક્ષા જવાનો અને 37 નાગરિકોના મોત થયા હતા, જ્યારે આ હુમલાઓમાં સુરક્ષા દળના 106 જવાન અને 112 નાગરિકો ઘાયલ થયા હતા.