દેશના તાત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ પૂર્ણ થઈ રહ્યો હોય દેશમાં આજે આગામી રાષ્ટ્રપતિ ચૂંટવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ મતદાનમાં સાંસદો અને ધારાસભ્યો સહિત 4,809 મતદારો જોવા મળશે, જે રાષ્ટ્રપતિ કોવિંદના ઉત્તરાધિકારીની પસંદગી માટે મતદાન કરશે. ચૂંટણી પંચે 15 જૂનના રોજ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નોમિનેશન માટે છેલ્લો દિવસ 29 જૂન અને નોમિનેશન ચકાસણી માટેની તારીખ 30 જૂન નિર્ધારિત કરવામાં આવી હતી. ઉમેદવારી પાછી ખેંચવા માટે 2 જુલાઈ નિર્ધારિત કરવામાં આવી હતી. આજે એટલે કે 18 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થઈ રહી છે અને જો જરૂર જણાશે તો 21 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની લાઇવ અપડેટ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.