ઉમેદવારો વ્યક્ત કરી રહ્યા હતા પોતાનો વિરોધ
વાસ્તવમાં, રાહુલ ગાંધીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બેરોજગાર યુવાનો કેન્દ્ર સરકાર પાસે નોકરીની માંગણી સાથે નાગપુરથીપગપાળા આગ્રા પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા તેમને રોડવેઝ બસોમાં બળજબરીથી અલગ-અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા હતા.આ તમામ યુવા બેરોજગાર SSC GD 2018 ના ઉમેદવારો ભરતીનો વિરોધ કરી રહ્યા હતા.
|
દેશના ભવિષ્યને બરબાદ કરી રહી છે આ તાનાશાહી સરકાર
આવા સમયે, રાહુલ ગાંધીએ બસમાં બેઠેલા યુવાનોનો વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે, પ્રશ્ન ન પૂછો, અવાજ ન ઉઠાવો, શાંતિપૂર્ણ રીતે વિરોધન કરો, અધિકારની માંગણી કરવા પર ધરપકડ થશે. આ છે નવું ભારત. યુવાનોને બેરોજગાર બનાવીને કરોડો પરિવારોની આશાને તોડીરહી છે આ તાનાશાહી સરકાર, દેશના ભવિષ્યને બરબાદ કરી રહી છે આ મોદી સરકાર.
|
ઘટી રહેલા રૂપિયા અંગે પણ સાધ્યું નિશાન
આ પહેલા રાહુલ ગાંધીએ રૂપિયાના ઘટતા મૂલ્ય પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "દેશનિરાશાની જાળમાં છે, આ તમારા પોતાના શબ્દો છે, શું તમે વડાપ્રધાન નથી? તે સમયે તમે જેટલો દેકારો કરતા હતા, આજે તમે રૂપિયાનાભાવ ઝડપથી ઘટતા જોઈને એટલા જ 'મૌન' છો #अबकी_बार_80_पार