બૂસ્ટર લેવાની જરૂર છે
પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ (PNAS) માં 15 જૂનના રોજ પ્રકાશિત થયેલા અભ્યાસમાં વર્ણવવામાં આવ્યું છે કે,કેવી રીતે બૂસ્ટર ડોઝ જરૂરી છે.
આ અભ્યાસ રોગપ્રતિકારક શક્તિની અવધિ અને એન્ટિબોડીના ઘટતા સ્તરના આધારે કુદરતી સંક્રમણમાંતફાવત દર્શાવે છે.
આ અભ્યાસ સૂચવે છે કે, જે લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે તેમને બૂસ્ટર લેવાની જરૂર છે.
75 દિવસનું ફ્રિ બૂસ્ટર ડોઝ અભિયાન
ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં કોરોના રસીના બૂસ્ટર ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, પરંતુ બૂસ્ટર ડોઝ મેળવનારા લોકોની સંખ્યાઘણી ઓછી હતી.
આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 75 દિવસનું ફ્રી બૂસ્ટર ડોઝ અભિયાન શરૂ કર્યું છે. આ ફ્રી ડ્રાઈવના પહેલા જ દિવસેરસીકરણમાં 16 ટકાનો ઉછાળો આવ્યો હતો અને માત્ર એક જ દિવસમાં 13.2 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.
લક્ષિત વસ્તીના એક ટકા કરતા પણ ઓછાને સાવચેતીનો ડોઝ અપાયો
આ અઠવાડિયે, આરોગ્ય મંત્રાલયના ડેટામાં બહાર આવ્યું છે કે, પુખ્ત વસ્તીના 92 ટકા લોકોએ કોરોનાનો નિવારક બૂસ્ટર ડોઝ લીધો નથી.
18-59 વર્ષની વય જૂથની 77.10 કરોડની લક્ષિત વસ્તીના એક ટકા કરતા પણ ઓછાને સાવચેતીનો ડોઝ આપવામાં આવ્યો હતો.
એક જ દિવસમાં અપાયા 13.2 લાખ ડોઝ
આવા સમયે જ્યારે કેન્દ્રએ 18 થી 59 વર્ષની વય જૂથના લોકોને મફત કોવિડ -19 બૂસ્ટર ડોઝ આપવા માટે 75 દિવસીય અભિયાન શરૂ કર્યું,ત્યારે આ વય જૂથને દેશભરમાં 13.2 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા અને તેમાં 16 ગણો વધારો નોંધવામાં આવ્યો હતી.
પહેલા દૈનિક સરેરાશ દર 81,000 હતો
ભારતે ગુરુવાર (14 જુલાઈ) સુધીમાં 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને નિવારક બૂસ્ટર ડોઝના લગભગ 78 લાખ ડોઝ આપ્યા છે.
દેશમાંસાવચેતીના ડોઝનો સરેરાશ દર 81,000 પ્રતિ દિવસ હતો, કારણ કે તે 10 એપ્રીલના રોજ વય જૂથ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો.