નિખિલ સુરેશનું નિધન
કિક બોક્સર નિખિલ સુરેશ માત્ર 23 વર્ષનો હતો, તે નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માંગતો હતો, પરંતુ રાજ્ય સ્તરનીકિક બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ફાઈટ દરમિયાન તેને આંતરિક ઈજા થઈ અને નિખિલ સુરેશનું મોત થઈ ગયું હતું.
તેના વિરોધીએ નિખિલનામાથામાં જોરદાર લાત મારી હતી, જેના કારણે તે રિંગમાં જ બેભાન થઈ ગયો હતો.
એમ્બ્યુલન્સ કે મેડિકલ સુવિધા ન હતી
મૃતક કિકબોક્સર નિખિલ સુરેશના પિતા અને કોચ કહે છે કે, બેંગ્લોર સ્ટેટ કિક બોક્સિંગ ટૂર્નામેન્ટ દરમિયાન ત્યાં કોઈ એમ્બ્યુલન્સ અનેકોઈપણ પ્રકારની મેડિકલ સુવિધા ન હતી.
જે નિયમ મુજબ દરેક ટુર્નામેન્ટમાં હોવી જોઈએ, જો સુરેશને પ્રાથમિક સારવાર અને તાત્કાલિકએમ્બ્યુલન્સ સ્થળ પર મળી હોત તો તેનો જીવ બચી શક્યો હોત.
આયોજક ફરાર
આ ટુર્નામેન્ટનો આયોજક ફરાર થઈ ગયો છે. આવા સમયે, નેશનલ કિક બોક્સિંગ એસોસિએશનનું કહેવું છે કે, તેમને આ ટૂર્નામેન્ટ સાથે કોઈલેવાદેવા નથી.
નિખિલ સુરેશ ઉભરતો કિકબોક્સર હતો, તેણે તાજેતરમાં જ બેંગ્લોર ઓપન MMA ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અનેનીમચ, MP માં યોજાયેલી MMA ઇન્ડિયા નેશનલમાં પણ ભાગ લીધો હતો.
પોલીસ ફરિયાદ નોંધાઈ
નિખિલનું મૃત્યુ લડાઈ દરમિયાન થયું હતું, તેથી તેને લાત મારનારા બીજા કિકરને તેના મૃત્યુ માટે દોષી ઠેરવી શકાય નહીં, જોકે તેટૂર્નામેન્ટના આયોજક છે, જેમણે ધોરણો મુજબ સુવિધાઓ પૂરી પાડી ન હતી.