PM નરેન્દ્ર મોદીએ 14 જુલાઈના રોજ ઈઝરાયેલ, UAE અને USના નેતાઓ સાથે I2U2 ની પ્રથમ નેતાઓની સમિટમાં હાજરી આપી હતી. આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે યુએસ પ્રમુખ જો બિડેન, ઈઝરાયેલના પીએમ યાયર લેપિડ અને યુએઈના પ્રમુખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન હાજર રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે I2U2 જૂથના દેશો જળ, ઉર્જા, પરિવહન, અવકાશ, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાના છ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સંયુક્ત રોકાણ વધારવા માટે સંમત થયા છે. તેમણે આ જૂથના એજન્ડાને પ્રગતિશીલ અને વ્યવહારુ ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે આ પ્રથમ સમિટથી જ I2U2એ સકારાત્મક એજન્ડા નક્કી કર્યો છે. તેમણે કહ્યું કે ચારેય દેશોએ વિવિધ ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટની ઓળખ કરી છે અને આગળ વધવા માટે રોડમેપ તૈયાર કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વ્યવહારિક સહકાર માટે અમારું સહકારી માળખું પણ એક સારું મોડલ છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણી પરસ્પર શક્તિ, મૂડી, કુશળતા અને બજારોને એકત્ર કરીને આપણે આપણા એજન્ડાને વેગ આપી શકીએ છીએ અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ. PM મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે I2U2 જૂથ "વિશ્વ સ્તરે ઊર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પ્રથમ સમિટથી જ I2U2એ સકારાત્મક કાર્યસૂચિ નક્કી કરી છે. અમે વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું છે." સંયુક્ત પ્રોજેક્ટ્સ ઓળખવામાં આવી છે અને આગળ વધવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.