પ્રદૂષણને નાથવા કેજરીવાલ સરકારે લીધુ મોટુ પગલુ, કન્સ્ટ્રક્શન સાઈટ્સનુ સેલ્ફ રજિસ્ટ્રેશન અનિવાર્ય

|

નવી દિલ્લીઃ દિલ્લીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કેજરીવાલ સરકાર દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. દિલ્લી સરકાર પણ મોટા પાયે એંટી ડસ્ટ અભિયાન ચલાવી રહી છે. અનેક તબક્કામાં ચલાવવામાં આવેલા એન્ટી ડસ્ટ અભિયાનની મોટી અસર રાજધાનીમાં પણ જોવા મળી છે. ધૂળના પ્રદૂષણને ઘટાડવા માટે સરકાર દ્વારા હવે 15 થી 30 જુલાઈ સુધી 2021માં શરૂ કરાયેલા કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન પોર્ટલ પર વિશેષ ઝુંબેશ ચલાવવાની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ કે કેજરીવાલ સરકાર પ્રદૂષણને લઈને ઘણી સક્રિય છે. કન્સ્ટ્રક્શન સાઇટ્સમાંથી ઉદ્દભવતુ ધૂળનુ પ્રદૂષણ પણ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. આ દિશામાં કામ કરવા માટે ગયા વર્ષે ઓક્ટોબરમાં કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ હતુ. આ પોર્ટલ પર 500 ચોરસ મીટરથી વધુની તમામ સાઇટ્સની સ્વ-નોંધણી ફરજિયાત છે. આ પોર્ટલ તમામ ડીપીસીસી અધિકારીઓને સ્થળ નિરીક્ષણ કરવા, અહેવાલો ઑનલાઈન સબમિટ કરવા અને દંડ વસૂલવામાં પણ સુવિધા આપે છે. તેમણે જણાવ્યુ કે 'સેલ્ફ એસેસમેન્ટ' પોર્ટલ ગયા વર્ષે ઑક્ટોબરમાં શરૂ કરવામાં આવ્યુ હતુ કારણ કે તમામ બાંધકામ અને ડિમોલિશન સાઇટ્સની મુલાકાત લેવી અને ધૂળ નિયંત્રણ નિયમોના પાલનનું નિરીક્ષણ કરવુ મુશ્કેલ હતુ. તેથી જ પ્રોજેક્ટના સમર્થકોને વેબ પોર્ટલ પર નોંધણી કરાવવા, ડસ્ટ કંટ્રોલ નિયમો સાથેના તેમના પાલનનુ સ્વ-ઓડિટ કરવા અને પખવાડિયાના ધોરણે પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મ અપલોડ કરવાનુ ફરજિયાતપણે કહેવામાં આવ્યુ હતુ.

વળી, બાંધકામ સાઇટ પર રિમોટ કનેક્ટિવિટી સાથે વીડિયો ફેસિંગની પણ જોગવાઈ કરવી પડશે. પર્યાવરણ મંત્રીએ કહ્યુ કે દિલ્લી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ એવા પ્રોજેક્ટ સમર્થકો સામે પગલાં લેશે કે જેમણે ધૂળ નિયંત્રણના ધોરણોના સ્વ-મૂલ્યાંકન માટે C&D પોર્ટલ પર બાંધકામ અને તોડી પાડવાની જગ્યાઓ નોંધી નથી. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ કે 15 જુલાઈથી 30 જુલાઈની વચ્ચે પોર્ટલ પર નોંધણીને લઈને વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. પોર્ટલ પર અત્યાર સુધીમાં 600 પ્રોજેક્ટ સાઇટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ડીપીસીસીને સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે કે તમામ પ્રોજેક્ટ સાઇટ્સ પોર્ટલ પર નોંધાવે. બાંધકામ યોજનાની મંજૂરી માટે જવાબદાર એજન્સીઓએ પણ ખાતરી કરવી જરૂરી છે કે પ્રોજેક્ટના સમર્થકો પોતાની નોંધણી કરાવે.

તમામના સ્વ-ઓડિટના લક્ષ્યાંકિત અને પ્રાપ્ત માસિક અહેવાલો સબમિટ કરવા માટે ડીપીસીસીને સૂચનાઓ પણ આપવામાં આવી છે. ડીપીસીસીને વેબ પોર્ટલ પર પ્રોજેક્ટના સમર્થકોને ફરજિયાત રીતે નોંધણી કરવા, ધૂળ નિયંત્રણ નિયમો સાથેના તેમના પાલનનું સ્વ-ઓડિટ કરવા અને પખવાડિયાના ધોરણે પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મ અપલોડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

MORE DELHI NEWS  

Read more about:
English summary
Self registration of all sites on the portal in mandatory said Kejriwal Goverment
Story first published: Monday, July 11, 2022, 13:22 [IST]