લુધિયાણાઃ વિકલાંગ યુવાનો માટે સમર્પિત કૌશલ્ય વિકાસ કેન્દ્રની સ્થાપના કરનાર પંજાબનો પ્રથમ જિલ્લો બન્યો છે. ગુર્જરનવાલા ગુરુ નાનક ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોકેશનલ સ્ટડીઝ ખાતે કૌશલ્ય વિકાસ કેન્દ્રનુ ઉદ્ઘાટન પંજાબ કૌશલ્ય વિકાસ મિશનના ડિરેક્ટર દીપ્તિ ઉપ્પલ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે યુવાનોને વિવિધ પ્રકારના કામની તાલીમ આપવામાં આવશે. તેનાથી રોજગારીનુ સર્જન થશે.
દીપ્તિ ઉપ્પલે જણાવ્યુ હતુ કે આ અનોખી પહેલને સમગ્ર પંજાબમાં વિસ્તરણ કરવામાં આવશે. જેમાં 180 વિકલાંગ વિદ્યાર્થીઓને ત્રણ અલગ-અલગ ટ્રેડ માટે મફત કૌશલ્ય વિકાસ તાલીમ આપવામાં આવશે. તેમણે કહ્યુ કે પંજાબનુ પ્રથમ વિકલાંગ કૌશલ્ય વિકાસ કેન્દ્ર લુધિયાણામાં ખોલવામાં આવ્યુ છે. જ્યાં વિકલાંગોને મફત તાલીમ આપવામાં આવશે. આ કેન્દ્રમાં 180 દિવ્યાંગ યુવાનોને તાલીમ આપવામાં આવશે. તાલીમની સાથે અહીં રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે. આ અંગેની વિગતો આપતા ઉપ્પલે જણાવ્યુ હતુ કે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે જ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. એનજીઓ ડેફ ક્રિકેટ ફેડરેશને પણ તેની શરૂઆત માટે સહયોગ આપ્યો છે.
પંજાબ સ્કિલ ડેવલપમેન્ટ મિશનના નિર્દેશક દિપ્તી ઉપ્પલે જણાવ્યુ હતુ કે આ કેન્દ્ર ખોલવાનો ઉદ્દેશ્ય માત્ર વિકલાંગોને કૌશલ્ય પ્રશિક્ષણ આપવાનો જ નથી પરંતુ તેમના માટે રોજગારીની તકો ઊભી કરવાનો પણ છે. અહીં કોર્સ પૂરો થયા બાદ પાસ થયેલા ઉમેદવારોને વિવિધ કેમ્પ દ્વારા રોજગારીની તકો પૂરી પાડવામાં વધુ મદદ કરવામાં આવશે. આ કેન્દ્રમાં 180 વિકલાંગ વિદ્યાર્થીઓને 3 વિવિધ ટ્રેડ માટે કૌશલ્ય વિકાસની તાલીમ મફત આપવામાં આવશે.