ભગવંત માન કરતા 16 વર્ષ નાની છે ગુરપ્રીત કૌર
તમને જણાવી દઈએ કે ગુરપ્રીત કૌર ભગવંત માન કરતા 16 વર્ષ નાની છે. ગુરપ્રીત કૌરની ઉંમર 32 વર્ષની છે અને તે વ્યવસાયે ડોક્ટર છે. જ્યારે ભગવંત માન 48 વર્ષના છે. બંને એકબીજાને ચાર વર્ષથી ઓળખતા હતા. ભગવંત માનના આ બીજા લગ્ન છે. તેણે વર્ષ 2015માં તેની પ્રથમ પત્નીથી છૂટાછેડા લીધા હતા.
ભગવંત માન અને ગુરપ્રીતના લગ્નના સમાચાર 6 જુલાઈ સુધી આવ્યા ન હતા
ભગવંત માન અને ડૉ ગુરપ્રીત કૌરના પરિવારોએ બુધવાર, 6 જુલાઈ સુધી તેમના આગામી લગ્નના સમાચાર સાર્વજનિક કર્યા ન હતા. તેમના સંબંધોને પણ ગુપ્ત રાખવામાં આવ્યા હતા. અચાનક સમાચાર આવ્યા કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.
લગ્નમાં હાજરી આપનાર આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સમારોહની તસવીરો ટ્વીટ કરી હતી. તેમણે કહ્યું, "હું અહીં મારી માતા સાથે આવ્યો છું... હું માનસાહેબ અને તેમના પરિવારને આ ખાસ અવસર પર હૃદયપૂર્વક અભિનંદન આપું છું."
કોણ છે પંજાબના સીએમ ભગવંત માનની પત્ની ડૉ ગુરપ્રીત કૌર
32 વર્ષીય ગુરપ્રીત કૌર હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના પેહોવા વિસ્તારના એક ગામની છે. તેના પિતા ઈન્દ્રજીત સિંહ નાટ એક ખેડૂત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ અગાઉ મદનપુર ગામના સરપંચ રહી ચૂક્યા છે. તેની માતા ગૃહિણી છે. ગુરપ્રીત કૌર તેના પરિવારમાં ત્રણ બહેનોમાં સૌથી નાની છે. પરિવારના નજીકના લોકોનો દાવો છે કે બંને મોટી બહેનો વિદેશમાં સેટલ છે.
પંજાબના સીએમ ભગવંત માનની પત્ની વ્યવસાયે ડોક્ટર છે
ડૉ. કૌરે લગભગ 4 વર્ષ પહેલાં મુલ્લાનાની મહર્ષિ માર્કંડેશ્વર યુનિવર્સિટી (એમએમયુ)માંથી એમબીબીએસ કર્યું હતું. તેણે 2013માં MBBSમાં એડમિશન લીધું અને 2018માં પૂરું કર્યું. હાલમાં તે ડોક્ટર તરીકે કામ કરે છે. ગુરપ્રીત કૌરના પડોશીઓએ કહ્યું કે તેને પ્રેમથી 'ગોપી' કહે છે અને તે એક દયાળુ અને બુદ્ધિશાળી મહિલા છે.