ખુશખબરીઃ દિલ્લીમાં આયોજિત થઈ રહ્યો છે દેશનો સૌથી મોટો શૉપિંગ ફેસ્ટીવલ, જાણો શું હશે ખાસ

|

નવી દિલ્લીઃ દિલ્લીની જનતાને સરકાર નવી ભેટ આપવા જઈ રહી છે. સીએમ અરવિંદ કેજરીવાલે માહિતી આપી કે દિલ્લીમાં ત્રીસ દિવસ સુધી દિલ્હી શૉપિંગ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો શૉપિંગ ફેસ્ટિવલ હશે.

દુનિયાનો સૌથી મોટો શૉપિંગ ફેસ્ટીવલ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માહિતી આપી હતી કે 28 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2023 દરમિયાન આ 30 દિવસીય દિલ્લી શૉપિંગ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ ભારતનો સૌથી મોટો શૉપિંગ ફેસ્ટિવલ હશે. અમે હમણાં જ તેની શરૂઆત કરી રહ્યા છીએ. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે મને આશા છે કે થોડા વર્ષોમાં અમે તેને વિશ્વનો સૌથી મોટો શૉપિંગ ફેસ્ટિવલ બનાવીશુ.

દિલ્લી શૉપિંગ ફેસ્ટીવલમાં હશે આ ખાસ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દેશભરના તેમજ વિશ્વના લોકોને દિલ્લી અને તેની સંસ્કૃતિનો અનુભવ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. આ એક અનોખો શૉપિંગ અનુભવ હશે. આ ફેસ્ટિવલમાં જંગી ડિસ્કાઉન્ટ ઑફર્સ હશે. આખી દિલ્લીનો સામાન અહીંની દુકાનો પર શણગારવામાં આવશે, પ્રદર્શનો પણ યોજાશે.

લોકોને મળશે રોજગાર

સીએમ કેજરીવાલે કહ્યુ કે આ ફેસ્ટિવલ દ્વારા દિલ્લીની અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે. દિલ્લીના વેપારીઓ માટે આ એક મોટી તક હશે, તેમના માટે બિઝનેસ વધારવાની આ તક હશે. દિલ્લીને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની આ એક મોટી તક હશે. આનાથી હજારો નોકરીઓનુ સર્જન થશે.

MORE DELHI NEWS  

Read more about:
English summary
Country's biggest shopping festival being organized in Delhi, know what will be special
Story first published: Thursday, July 7, 2022, 12:08 [IST]