નવી દિલ્હી, 06 જુલાઇ : ભારતનું નામ વિશ્વમાં ઉંચુ કરનાર પ્રખ્યાત એથ્લેટ પીટી ઉષાને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી છે. પીટી ઉષા ઉપરાંત મ્યુઝિક માસ્ટર્સ ઇલૈયારાજા, વીરેન્દ્ર હેગડે અને વી વિજયેન્દ્ર પ્રસાદ રાજ્યસભામાં ચૂંટાયા છે. આ માહિતી આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા ટ્વિટર પર લખ્યું પીટી ઉષા દરેક ભારતીય માટે પ્રેરણા છે. રમતગમતમાં તેમની સિદ્ધિઓ માટે જાણીતા છે પરંતુ વર્ષોથી ઉભરતા ખેલાડીઓને માર્ગદર્શન આપવાનું તેમનું કાર્ય પણ એટલું જ પ્રશંસનીય છે. રાજ્યસભામાં નામાંકિત થવા બદલ અભિનંદન.
પીટી ઉષા, પરોપકારી અને ધર્મસ્થલ મંદિરના પ્રશાસક વીરેન્દ્ર હેગડે અને જાણીતા પટકથા લેખક વી વિજયેન્દ્ર પ્રસાદને પણ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ ટ્વિટમાં તેમના અભિનંદન સંદેશાની સાથે ઉષા અને ઇલૈયારાજા સાથેના તેમના ફોટા પણ શેર કર્યા છે. પીએમ મોદીએ સંગીતકાર માટે લખ્યું હતું કે "ઇલૈયારાજા જીની સર્જનાત્મક દીપ્તિએ પેઢી દર પેઢી મંત્રમુગ્ધ કર્યા છે. તેમની રચનાઓ સુંદર રીતે ઘણી લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. તેમની જીવન યાત્રા એટલી જ પ્રેરણાદાયી છે - તેઓ નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. ખુશી છે કે તેમને નામાંકિત કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં નામાંકિત શ્રેણીમાં ખાલી જગ્યાઓ હતી. તેના પર આ નિમણૂંક કરાઈ છે.