દલાઈ લામાના 87 માં જન્મદિન અને વિશ્વની સૌથી જૂની તેમજ વિશાળ સંસ્થામાં મહાબોધી સોસાયટી ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ શ્યામ પ્રસાદ મુખર્જી ના જન્મદિન નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા તિબેટની સ્વતંત્રતામાં જ ભારતની સુરક્ષાના વિષય ઉપર સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય સંયોજક ડો. અમિત જ્યોતિકરે વિષયની પૂર્વ ભૂમિકા બાંધતા કહ્યું હતું કે આઝાદીની લડતમાં પણ ગુજરાતી મોખરે ડો. આંબેડકરની સમતાની લડતમાં પણ ગુજરાત મોખરે અને તિબેટની સ્વતંત્રતામાં જ ભારતની સુરક્ષા તેમજ કૈલાસ માનસરોવર મુકતી આન્દોલન જેવા વિચારો સાથે ભારત તિબેટ મૈત્રી સધના હજારો કાર્યકરો સિક્કિમની નાથુલા બોર્ડર ઉપર ધરપકડ દિલ્હીના જંતરમંતર ઉપર આમરણાંત ઉપવાસની વાત હોય કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં ડંડા ખાવા પણ ગુજરાતના કાર્યકરો હંમેશા અગ્રેસર રહ્યા છે.
આ એ સંસ્થા છે કે જેમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ પૂર્વ સ્પીકર રવિ રાય ગાંધીવાદી નેતા નિર્મલા દીદી તેમજ જાણીતા ઇતિહાસકાર અને આંબેડકરી સાહિત્યના જ્ઞાતા એવા ડો પી.જી. જ્યોતિકરે વખતોવખત માર્ગદર્શન આપ્યું છે . ૧૯૫૮થી ભારત તિબેટ મૈત્રી સંઘ નિસ્વાર્થ ભાવે તિબેટ મુક્તિ સાધનામાં જોડાયેલો છે.
અમિત જ્યોતિકરે અન્ય મહાનુભાવ જે વિશ્વની સૌથી જૂની અને વિશાળ એવી મહાબોધી સોસાયટી ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ શ્યામાપ્રસાદ મુખરજીને જન્મદિન નિમિત્તે તેમને તેમજ તેમના પિતા આશુતોષ મુખર્જી દ્વારા બૌદ્ધ ધર્મના સ્થાપત્યો તેમજ સાહિત્ય સાચવવામાં જે કાર્ય તેમના કાર્યકાળમાં મહાબોધી સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે તે બદલ વિશ્વના બૌદ્ધ દેશો સદાય ઋણી રહેશે..
જાણીતા લેખક તેમજ વરિષ્ઠ પત્રકારે પ્રકાશ ન શાહ તિબેટની આઝાદીમાં જ ભારતની સુરક્ષા છે અને તે જ દિશામાં પ્રકાશભાઈ જણાવે છે કે ભારત અને ચીન વચ્ચે તિબેટ બફર સ્ટેટ છે ૧૯૫૯માં ચીન દ્વારા જે પ્રમાણે પ્રતિક્રમણ કરીને તિબેટને ગુલામ બનાવ્યું તિબેટના ધાર્મિક તેમજ રાજકીય વડા એવા દલાઈ લામા પોતાનો દેશ છોડીને ભારતમાં આવીને વસ્યા ભારતને તેઓ પોતાનો ગુરુ કહે છે ભારતે ગુરુ તરીકેની તમામ જવાબદારીઓ નિભાવી તેના ફળસ્વરૂપ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં તિબેટની નિર્વાસિત સરકાર કાર્ય કરી રહી છે અને સમગ્ર વિશ્વમાં તિબેટ ને આઝાદી મળે તે દિશામાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો કરી રહી છે સમગ્ર વિશ્વમાં તિબેટની આઝાદીને સમર્થન મળી રહ્યું છે ચીન જે પ્રકારે તિબેટમાં અમાનુષી અત્યાચાર કરી રહ્યું છે તે ખૂબ જ નિંદનીય છે બૌદ્ધ સ્થાપત્યો તેમજ મંદિરોનો નાશ કરીને તિબેટની સંસ્કૃતિને ખતમ કરવાનું હિન્દી કાર્ય ચીન દ્વારા કરવામાં આવી રહ્યું છે તિબેટ દુનિયાનું છાપરું છે ચીન દ્વારા આ તીબેટ ઉપર પર્યાવરણનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે પર્યાવરણવાદીઓ પણ ચીનની આ કૃત્યને વખોડે છે નદીઓના મુખ પણ ભારત તરફ વાળવામાં આવ્યા છે તિબેટમાં મુકાયેલી મિસાઈલો ભારત માટે ખતરો છે આવા સમયે તિબેટની સ્વતંત્રતામાં જ ભારતની સુરક્ષા છે તિબેટમાં સ્વતંત્રતા મળવાથી સંરક્ષણનો લાખો-કરોડો રૂપિયાનો ખર્ચો ભારત સરકારનો બચશે લાખો હિંદુ તેમજ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ નું શ્રદ્ધાનું પ્રતિક એવું કૈલાસ માનસરોવર ની યાત્રા પણ સરળ બનશે આવનારા સમયમાં તિબેટ ચોક્કસ સ્વતંત્ર થશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.