કોલાબા વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય
ઉલ્લેખનીય છે કે, રાહુલ નાર્વેકર મુંબઈની કોલાબા વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય છે. વર્ષ 2019 માં, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ અગાઉ રાહુલ નાર્વેકર એનસીપી અને શિવસેના સાથે સંકળાયેલા છે.
કોણ છે રાહુલ નાર્વેકર?
નોંધનીય બાબત છે કે, રાહુલ નાર્વેકર કોલાબાના ધારાસભ્ય છે. બીજેપીમાં જોડાતા પહેલા તેઓ એનસીપી અને શિવસેના સાથે પણ ગાઢ સંબંધ ધરાવતા હતા. નોંધપાત્ર રીતે, રાહુલ નાર્વેકર NCPના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામરાજકે નાઈકના જમાઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2020ના એક વર્ષ પહેલા, રાહુલ નાર્વેકર ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ તેઓ ધારાસભ્ય બન્યા હતા અને હવે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બન્યા છે.
કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા
ઉલ્લેખનીય છે કે, શિવસેના અને એનસીપી સાથે સંબંધો તોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા રાહુલ નાર્વેકરે 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. રાહુલ નાર્વેકરે વિધાનસભા ચૂંટણીમાં કોલાબાથી કોંગ્રેસના અશોક જગતાપને હરાવ્યા હતા.
રાહુલ નાર્વેકરે ચાર્જ સંભાળ્યો
ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે 'જય ભવાની, જય શિવાજી', 'જય શ્રી રામ', 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. વિધાનસભા સ્પીકર ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા નેતાઓએ રાહુલ નારવેકરને અભિનંદન પાઠવ્યા હતા.