ગયા વર્ષથી ગૃહમાં સ્પીકરનું પદ ખાલી છે
મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે, જે દરમિયાન વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે અનેનવી સરકારનો ફ્લોર ટેસ્ટ યોજાશે.
NCPના વડા શરદ પવારે દાવો કર્યો છે કે, નરહરિ જીરવાલ હજૂ પણ ડેપ્યુટી સ્પીકરની ભૂમિકા ભજવીશકે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષથી ગૃહમાં સ્પીકરનું પદ ખાલી છે.
શિંદેને 50 ધારાસભ્યોનું સમર્થન
આ પહેલા શનિવારના રોજ પહેલીવાર ભાજપમાંથી ધારાસભ્ય બનેલા રાહુલ નાર્વેકરે પણ ઉમેદવારી નોંધાવી છે. એકનાથ શિંદેની સરકારનોફ્લોર ટેસ્ટ 4 જુલાઈના રોજ છે.
એવો દાવો કરવામાં આવે છે કે, શિંદેને 50 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાંથી 39 શિવસેના ધારાસભ્યો છે
જ્યારે 11 ધારાસભ્યો અપક્ષ છે.
મુંબઈમાં આજે સુરક્ષા વધારી દેવામાં આવી
ઉલ્લેખનીય છે કે, આ તમામ બળવાખોર ધારાસભ્યો ગોવાના ડોના પૌલા સ્થિત હોટલમાં રોકાયા હતા. મુંબઈ પહોંચ્યા બાદ આ ધારાસભ્યોહોટલમાં રોકાયા છે.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુંબઈમાં આજે સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો અહેવાલો પર વિશ્વાસકરવામાં આવે તો શિવસેનાના કાર્યકરો રસ્તા પર ઉતરી શકે છે.
ભારતીય જનતા પાર્ટી પાસે 105 ધારાસભ્યો
ટીમ શિંદે વિશે વાત કરતાં તેઓ દાવો કરે છે કે, તેમની પાસે શિવસેનાના 38 ધારાસભ્યો, 9 અપક્ષ ધારાસભ્યો અને અન્ય બે પક્ષોનાધારાસભ્યો છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી પાસે 105 ધારાસભ્યો છે. તેથી શિંદે સરકાર પાસે અગાઉનો બહુમતીનો આંકડો છે.
ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ જાહેર કરાયો
રાહુલ નાર્વેકર મુંબઈના કોલાબાથી ભાજપના નવા ધારાસભ્ય બન્યા છે, તેમને પાર્ટી દ્વારા સ્પીકર પદ માટે પ્રમોટ કરવામાં આવ્યા છે.તેમની સામે મહાગઠબંધને રાજન સાલ્વીને મેદાનમાં ઉતાર્યા છે. ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે.