કાચની બનેલી છે ઇમારત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર લંડનમાં એક 1015 ફૂટ ઉંચી ઈમારત છે, જેનું નામ ધ શાર્ડ છે. આ ઈમારત કાચની બનેલી છે અને અહીંથી આખા શહેરનો અદભૂત નજારો જોવા મળે છે. હાલમાં જ એક કપલ ત્યાં પહોંચ્યું હતું. થોડો સમય તે ત્યાં ફરતા રહ્યા અને પછી તેણે ત્યાં શારીરિક સંબંધ બાંધવા લાગ્યા.
વીડિયોને લાખો વ્યૂ મળ્યા
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, આ કપલ ધ શાર્ડના ઉપરના ભાગમાં સેક્સ કરી રહ્યું હતું. આ સાથે તે વીડિયો પણ બનાવતા હતા. બાદમાં તેણે તેને એડલ્ટ સાઇટ પર અપલોડ કર્યુ. જેના પર લાખો વ્યુઝ આવ્યા છે. વિડિયોમાં આખું લંડન શહેર દેખાતું હતું, જેનાથી સ્પષ્ટ થયું હતું કે આ વીડિયો ત્યાં જ શૂટ કરવામાં આવ્યો છે.
લંડન બ્રિજ પર ટેલિસ્કોપ હતુ
બીજી તરફ દંપતીને લાગ્યું કે તેમના પર કોઈ જોઈ રહ્યું નથી, પરંતુ મામલો ઊંધો પડ્યો. ત્યાંથી થોડે દૂર લંડન બ્રિજ આવેલો છે. તેના પર ઊભેલો એક માણસ લંડનની સુંદરતા બતાવી રહ્યો હતો. તેની પાસે એક ટેલિસ્કોપ હતું, જ્યારે તેણે તેના દ્વારા ધ શાર્ડની ટોચ જોવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને કપલ સેક્સ કરતું જોવા મળ્યુ, જે બાદ તેની પોલ ખુલ્લી ગઈ હતી.
હવે કાર્યવાહી થશે
તમને જણાવી દઈએ કે ધ શાર્ડ લંડનનું ગૌરવ છે અને તેને બનાવવા માટે 193 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાં ઓફિસ, ખાનગી ફ્લેટ, રેસ્ટોરન્ટ વગેરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને કપલની આ ગંદી હરકતો પસંદ ન આવી. તે લોકો તેમની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ટૂંક સમયમાં આ કપલને બિલ્ડીંગમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.