મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટના આદેશ સામે મહા વિકાસ આઘાડી સરકારને મોટો ઝટકો લાગ્યો હતો, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે એકનાથ શિંદેએ રાજ્યપાલની હાજરીમાં બાલાસાહેબનુ નામ લઇ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
આ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસે બીજેપી હાઇકમાંડની સલાહ માની નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ મોકા પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતુ કે હુ એક સામાન્ય કાર્યકર બની લોકોની સેવા કરતો રહીશ.