LIVE

Maharashtra Political Crisis LIVE: હવે શું હશે ભાજપનુ પગલુ, ફડણવીસ આજે ખોલશે પત્તા

|

મુંબઈઃ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટના આદેશ સામે મહા વિકાસ આઘાડી સરકારને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ હતુ. ઉદ્ધવે રાજભવન ખાતે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પોતાનું રાજીનામુ સુપરત કર્યુ હતુ. જે બાદ હવે ફ્લોર ટેસ્ટ થશે નહિ. વળી, જો સૂત્રોનુ માનીએ તો ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ ટૂંક સમયમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. આ સમાચાર સાથે સંબંધિત તમામ લાઇવ અપડેટ્સ વાંચો અહીં...

Newest First Oldest First
10:10 AM, 30 Jun
મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યો ટૂંક સમયમાં જ બેઠક કરશે.
9:52 AM, 30 Jun
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે મુંબઈ જતા પહેલા ગોવામાં ધારાસભ્યોને સંબોધિત કરશે.
9:52 AM, 30 Jun
મહારાષ્ટ્ર વિધાનસભા સચિવ રાજેન્દ્ર ભાગવતે તમામ ધારાસભ્યોને મોકલી સૂચના - રાજ્યપાલના આદેશ મુજબ હવે ફ્લોર ટેસ્ટની જરૂર નથી, તેથી આજે વિશેષ સત્ર બોલાવવામાં આવશે નહિ.
9:51 AM, 30 Jun
દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર ઉજવણી, આજે થશે આગળની રણનીતિનુ એલાન.
9:51 AM, 30 Jun
દેવેન્દ્ર ફડણવીસના ઘરે સવારે 11 વાગે કોર ગ્રુપની બેઠક મળશે જેમાં સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવશે.
9:51 AM, 30 Jun
મહારાષ્ટ્રના સીએમ પદેથી રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે તેમના નિવાસસ્થાન માતોશ્રી પહોંચ્યા.
9:50 AM, 30 Jun
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે પણજીની તાજ હોટલ પહોંચ્યા હતા.
9:49 AM, 30 Jun
રાજ્યપાલને મહારાષ્ટ્રના સીએમ તરીકેનું રાજીનામું સુપરત કર્યા પછી ઉદ્ધવ ઠાકરેએ તેમના પુત્ર આદિત્ય ઠાકરે સાથે મંદિરની મુલાકાત લીધી. જ્યાં પુત્ર આદિત્ય અને તેજસ સાથે ઉદ્ધવ ઠાકરેએ મંદિરમાં પ્રાર્થના કરી.
9:48 AM, 30 Jun
ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને સુપરત કર્યુ હતુ. રાજ્યપાલે તેમનુ રાજીનામુ સ્વીકારી લીધુ છે. રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા જણાવ્યુ હતુ. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ હાજર હતા.
9:47 AM, 30 Jun
મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રકાંત પાટીલે કહ્યુ કે જેઓ (શિવસેનાના બળવાખોર ધારાસભ્યો) ગુરુવારે મુંબઈ પહોંચી રહ્યા હતા તેમને હું વિનંતી કરુ છુ કે તેઓ ન આવે. તેમણે શપથગ્રહણના દિવસે આવવુ જોઈએ.
9:46 AM, 30 Jun
મુંબઈની તાજ પ્રેસિડેન્ટ હોટેલમાં વિધાનસભ્ય દળની બેઠક બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે તેઓ તમને ગુરુવારે બધુ જણાવી દેશે.
9:44 AM, 30 Jun
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ 1 જુલાઈના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે.

MORE SHIV SENA NEWS  

Read more about:
English summary
Maharashtra MVA Govt Crisis Live Updates in Gujarati