દિલ્લીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે
વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં આજે મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે પરંતુ આવતીકાલથી તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે કહ્યુ છે કે મંગળવારથી દિલ્હીમાં વરસાદનો સિલસિલો ચાલુ થશે.
પંજાબ અને હરિયાણામાં પણ હળવો વરસાદ થઈ શકે
માત્ર દિલ્હી જ નહીં યુપી, બિહાર, રાજસ્થાન, હિમાચલ અને ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પણ અહીં એલર્ટ જાહેર કર્યું છે. તો પંજાબ અને હરિયાણામાં પણ હળવો વરસાદ પડી શકે છે.
ગુજરાતના અમુક ભાગોમાં થઈ શકે છે ભારે વરસાદ
બીજી તરફ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે જણાવ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, કોસ્ટલ કર્ણાટક, કોંકણ, ગોવા, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. તેલંગાના, દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.
જોરદાર વરસાદ થવાની સંભાવના
બીજી તરફ બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ગુજરાત પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને કેરળના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે તમિલનાડુ, તેલંગાના, તટીય આંધ્રપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની આશંકા છે.