દિલ્હીની રાહ પર રાજસ્થાન, રાજસ્થાનમાં પણ મોહલ્લા ક્લિનિક ખુલશે, કેજરીવાલે ખુશી વ્યક્ત કરી!

By Desk
|

દિલ્હી : રાજસ્થાન સરકાર પણ દિલ્હી સરકારની જેમ મોહલ્લા ક્લિનિક ખોલવા જઈ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકારની આ પહેલ પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.

કેજરીવાલે લખ્યુ કે, મને ખુશી છે કે રાજસ્થાન સરકાર પણ મોહલ્લા ક્લિનિક શરૂ કરી રહી છે. આપણે બધાએ એકબીજા પાસેથી સારા કાર્યો શીખવા પડશે અને તેને સમગ્ર દેશમાં લાગુ કરવા પડશે. તો જ દેશની પ્રગતિ થશે. જો રાજસ્થાન સરકારને આના અમલમાં કોઈ મદદની જરૂર પડશે તો અમને ખૂબ આનંદ થશે. તે જાણીતું છે કે કેજરીવાલ સરકારના મોહલ્લા ક્લિનિકની દેશના ઘણા ભાગોમાં પ્રશંસા કરવામાં આવી છે.

मुझे ख़ुशी है कि राजस्थान सरकार भी मोहल्ला क्लिनिक शुरू कर रही है। हम सबको एक दूसरे से अच्छे काम सीखने हैं और उन्हें पूरे देश में लागू करना है। तभी देश आगे बढ़ेगा। यदि राजस्थान सरकार को इसे लागू करने में कोई भी सहयोग चाहिए होगा तो हमें बेहद ख़ुशी होगी। https://t.co/lsK0mGjDqY

— Arvind Kejriwal (@ArvindKejriwal) June 25, 2022

તમને જણાવી દઈએ કે, દિલ્હીવાસીઓને મોહલ્લા ક્લિનિક અને તેની સાથે સંબંધિત સુવિધાઓથી મોટી રાહત મળી છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાં આવી સુવિધાઓ શરૂ થવાથી ત્યાંના લોકોને પણ ઘણી રાહત મળશે. એક તરફ કેજરીવાલે રાજસ્થાન સરકારના વખાણ કરીને સહયોગની ઓફર કરી છે તો બીજી તરફ આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જોરદાર ટક્કર આપવાની તૈયારી પણ કરી રહ્યા છે.

અહીં ઉલ્લેખનિય છે કે, મોહલ્લા ક્લિનિક દિલ્હી સરકારની સફળ યોજનાઓમાંથી એક છે. જેના કારણે આપ સરકારને દેશભરમાં પ્રસંશા મળી છે. હવે કેજરીવાલે ટ્વિટ કરી એક તીરે બે નિશાન સાધ્યા છે.

MORE દિલ્હી NEWS  

Read more about:
English summary
Kejriwal expresses happiness over announcement to open Mohalla Clinic in Rajasthan!
Story first published: Sunday, June 26, 2022, 20:26 [IST]