શું ફાયદો થશે?
સ્થાનિક મીડિયા અનુસાર, તુર્કીના ડેનિઝલીમાં એક પુરાતત્વીય સ્થળ અસ્તિત્વમાં છે. જેને સ્થાનિક લોકો નરકનો દરવાજો કહે છે. તે 21 જૂનના રોજ જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું. જેના કારણે હવે મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે આવી રહ્યા છે. સરકારને આશા છે કે આનાથી સ્થાનિક અર્થતંત્રમાં નોંધપાત્ર સુધારો થશે, જે કોવિડને કારણે અટકી ગઈ હતી. આ સ્થળનું ધાર્મિક મહત્વ પણ છે.
ત્રણ માથાવાળા કૂતરાની પ્રતિમા છે
એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે , આ પુરાતત્વીય સ્થળની અંદર ગ્રીક દેવતા હેડ્સની પ્રતિમા છે. જેમને 'ગોડ ઓફ ધ અંડરવર્લ્ડ' કહેવામાં આવે છે. એ પ્રતિમાની પાસે સર્બેરસ નામના કૂતરાની પ્રતિમા છે. કહેવાય છે કે આ કૂતરાને ત્રણ માથા હતા. જેના કારણે પહેલા લોકો આ જગ્યાએ જતા ડરતા હતા. અહીં દાયકાઓ પહેલા પ્રાણીઓની બલિ આપવામાં આવતી હતી, જેને લઈને લોકોના મનમાં ડર રહે છે.
Co2નું ઉત્સર્જન થઈ રહ્યું છે
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, પહેલા આ જગ્યા સામાન્ય લોકો માટે ખુલ્લી હતી, પરંતુ 2013માં ઈટાલીના પ્રોફેસર ફ્રાન્સેસ્કો ડી'આંડ્રિયાએ અહીં એક રિસર્ચ શરૂ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે આ જગ્યાની અંદર એક ગેટ છે, જ્યાં પશુઓની બલિ ચઢાવવામાં આવી રહી છે. તે જગ્યા ખૂબ જ સાંકડી હતી, જેના કારણે ત્યાં ઘણા કારણોસર કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જિત થઈ રહ્યો હતો. સરકારે આ અહેવાલને ગંભીરતાથી લીધો અને આ જગ્યાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી.
લોકોના મનમાં ખોટી ધારણાઓ
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, આ જગ્યા વિશે લોકોને ખોટી માન્યતાઓ હતી. જો કે આ એક ધાર્મિક સ્થળ છે, પરંતુ ઘણા લોકો અહીં આવતા ડરે છે. હવે સરકારે તેને ફરીથી ખોલ્યું છે, તો મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચશે, જેથી સ્થાનિક લોકોને રોજગારી મળશે.
સાઇબિરીયામાં પણ આવો એક 'નરકનો દરવાજો' છે
સાઇબિરીયામાં પણ એક એવી જગ્યા છે, જેને નર્કનો દરવાજો કહેવામાં આવે છે. જેને બટાગીકા ક્રેટર કહેવામાં આવે છે. આ પૃથ્વીની સપાટી પર બનેલો એક મોટો ખાડો છે, જેની લંબાઈ વધી રહી છે. તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા ત્રણ દાયકામાં, નર્કનો આ દરવાજો 1 કિલોમીટર લાંબો થઈ ગયો છે, જ્યારે તેની ઊંડાઈ વધીને 86 મીટર થઈ ગઈ છે.