ભારે વરસાદ થવાની સંભાવના
માત્ર દિલ્હીમાં જ નહિ પરંતુ પડોશી રાજ્યોમાં પણ હવામાનની સ્થિતિ યથાવત રહેવાની છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, એમપી, યુપી, બિહાર અને ઝારખંડમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
મહારાષ્ટ્રમાં ચોમાસુ જામ્યુ
મહારાષ્ટ્રમાં ચોમાસુ પૂરજોશમાં ચાલી રહ્યુ છે ત્યારે આજે મુંબઈ, રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, યુપી, બિહાર, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે કાશ્મીરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે સહિત ઘણા રસ્તાઓ બંધ છે.
અમુક જગ્યાએ હળવો વરસાદ સંભવ
જ્યારે હવામાન માહિતી એજન્સી સ્કાયમેટે જણાવ્યુ છે કે આગામી 24 કલાક દરમિયાન અંદમાન અને નિકોબાર ટાપુઓ, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઉપ-હિમાલયના ભાગો, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને હળવાથી મધ્યમ કેટલીક જગ્યાએ વરસાદની શક્યતા છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થઈ શકે છે વરસાદ
ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગો, આંતરિક ઓરિસ્સા, કેરળ, આંતરિક કર્ણાટક, તમિલનાડુના ભાગો, રાયલસીમા, તેલંગાના અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બિહાર, ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, ઉત્તર છત્તીસગઢ, દક્ષિણ અને પૂર્વ ગુજરાત, દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ મધ્ય પ્રદેશના ભાગો અને પશ્ચિમ હિમાલયમાં એક અથવા બે સ્થળોએ હળવો વરસાદ શક્ય છે. બીજી તરફ પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ અને મધ્ય ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.