દ્રૌપદી મુર્મુએ સોનિયા ગાંધી સહિત વિપક્ષી પાર્ટીઓ પાસે માંગ્યુ સમર્થન

|

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ શુક્રવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. મુર્મુ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે જ્યારે વિપક્ષના યશવંત સિંહા આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. શુક્રવારે પોતાનું નામાંકન ભર્યા બાદ દ્રૌપદી મુર્મુએ વિરોધ પક્ષો પાસેથી સમર્થન માંગ્યું છે.

મુર્મુએ એનડીએના વિરોધ પક્ષો પાસેથી સમર્થન માંગ્યું

સૂત્રોના જણાવ્યા અનુસાર દ્રૌપદી મુર્મુએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને એનસીપીના વડા શરદ પવાર સાથે વાત કરી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની ઉમેદવારી માટે તેમની પાર્ટીનું સમર્થન માંગ્યું છે.

વિપક્ષ વતી યશવંત સિંહા ચૂંટણી લડશે

તમને જણાવી દઈએ કે વિપક્ષી પાર્ટીઓ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શરદ પવાર સહિત ઘણા નેતાઓના નામ સામે આવ્યા હતા પરંતુ તેમણે ઉમેદવાર બનવાની ના પાડી દીધી હતી. જે બાદ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઘણા પ્રયત્નો કર્યા, ત્યારબાદ તેમને તેમની પાર્ટીના નેતા કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને 17 વિપક્ષી પાર્ટીઓના સામાન્ય ઉમેદવાર બનાવવાની તક મળી. વિપક્ષને યશવંત સિંહાના નામ પર એક થવું મુશ્કેલ થઈ શકે છે. આવી સ્થિતિમાં દ્રૌપદી મુર્મુનુ પલડુ ભારે લાગે છે.

જો ચૂંટાયા તો રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ આદિવાસી મહિલા હશે

તમને જણાવી દઈએ કે આદિવાસી સમાજમાંથી આવતી દ્રૌપદી મુર્મ ઓડિશાની વતની છે અને તેણે 2015 થી 2021 વચ્ચે ઝારખંડના રાજ્યપાલનું પદ સંભાળ્યું હતું. દ્રૌપદી મુર્મુ ઝારખંડની પ્રથમ આદિવાસી મહિલા રાજ્યપાલ પણ રહી ચૂકી છે. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તે ભારતનું સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા હશે.

MORE GOVERNMENT NEWS  

Read more about:
English summary
Draupadi Murmu sought support from opposition parties
Story first published: Friday, June 24, 2022, 15:46 [IST]