185 દેશોમાં કારાયો અભ્યાસ
સંશોધકોએ જણાવ્યું હતું કે, રસીકરણ પ્રક્રિયાના પ્રથમ વર્ષમાં, રસીઓ દ્વારા લગભગ 198 મિલિયન જીવન બચાવ્યા હતા. આ અંદાજ 185દેશો અને પ્રદેશોમાં મૃત્યુના આંકડા પર આધારિત છે.
તો 5,99,300 વધુ જીવ બચાવી શકાયા હોત
અભ્યાસ મુજબ, જો 2021ના અંત સુધીમાં દરેક દેશની લગભગ 40 ટકા વસ્તીને (બે કે તેથી વધુ ડોઝ આપીને) રસીકરણ કરવાનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો લક્ષ્યાંક હોય તો 5,99,300 વધુ જીવ બચાવી શકાયા હોત.
એક વર્ષના અભ્યાસના આધારે પરિણામ
આ અભ્યાસ 8 ડિસેમ્બર, 2020 અને 8 ડિસેમ્બર, 2021 વચ્ચે રસીની મદદથી બચાવેલા લોકોની સંખ્યા પર આધારિત છે.
લગભગ 42,10,000 લોકોના જીવ બચાવ્યા
ઈમ્પિરિયલ કોલેજ લંડન, યુકેના અભ્યાસના મુખ્ય લેખક ઓલિવર વોટસને જણાવ્યું હતું કે, ભારતમાં આ સમયગાળા દરમિયાન લગભગ 42,10,000 લોકોના જીવ બચાવ્યા હતા. આ અમારું અનુમાન છે. આ અંદાજ મુજબ સંખ્યા 36,65,000 થી 43,70,000 ની વચ્ચે હોઈ શકે છે.
આટલા મોત થઇ શક્યા હોત
ઓલિવર વોટસને જણાવ્યું હતું કે, ભારત માટેના આંકડા અનુમાન પર આધારિત છે કે, વૈશ્વિક રોગચાળા દરમિયાન દેશમાં 51,60,000(48,24,000 થી 56,29,000) લોકો મૃત્યુ પામ્યા હશે. આ સંખ્યા અત્યાર સુધી નોંધાયેલા 5,24,941ના સત્તાવાર મૃત્યુઆંક કરતાં 10 ગણીછે.
ગયા વર્ષે મેની શરૂઆત સુધીમાં 23 લાખ લોકોના મોત થયા હતા
'ધ ઈકોનોમિસ્ટ'ના અનુમાન મુજબ, મે 2021ની શરૂઆત સુધીમાં ભારતમાં કોવિડ-19ને કારણે 23 લાખ લોકોના મોત થયા હતા. જ્યારે,સત્તાવાર આંકડા 2,00,000 આસપાસ હતા.
ભારતમાં સંક્રમણને કારણે 47 લાખ લોકોના મોતનો અંદાજ
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં સંક્રમણને કારણે 47 લાખ લોકોના મોતનોઅંદાજ પણ લગાવ્યો હતો. જોકે, ભારત સરકારે આ આંકડાને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.