મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નવા વિવાદમાં ફસાઈ ગયા છે. ઉદ્ધવ ઠાકરે નવા વિવાદમાં ફસાઈ ગયા છે. ઉદ્ધવ ઠાકરે સામે ભાજપ નેતા તજિંદર સિંહ બગ્ગાએ ઑનલાઈન ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે ઉદ્ધવ ઠાકરેએ કોરોના પ્રોટોકૉલને તોડ્યો છે અને નિયમોનુ ઉલ્લંઘન કરીને સમર્થકો સાથે મુલાકાત કરી. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ઠાકરે કોરોના સંક્રમિત છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ અંગે પુષ્ટિ કરવામાં આવી છે. ખુદ ઠાકરેએ કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી આવાસ ખાલી કરી દીધુ છે અને હવે તેઓ માતોશ્રીમાં શિફ્ટ થઈ ગયા છે.
તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી આવાસની બહાર આવ્યા ત્યારે તેઓ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોવા મળ્યા હતા. જે બાદ બીજેપી નેતા તજિન્દર બગ્ગાએ તેમની વિરુદ્ધ માલાબાર હિલ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. બગ્ગાએ ફરિયાદની કોપી સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના પ્રોટોકોલ હેઠળ દર્દી કોઈને મળી શકતો નથી અને તેણે આઈસોલેશનમાં રહેવું જોઈએ પરંતુ સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોના પ્રોટોકોલ તોડીને પોતાના સમર્થકોને મળ્યા હતા. ભાજપના નેતા અમિત માલવિયાએ પણ આ અંગે સવાલો ઉઠાવ્યા છે.
અમિત માલવિયાએ બુધવારે એક ટ્વિટ પણ કર્યુ. તેમણે લખ્યુ કે અમને કહેવામાં આવ્યુ હતુ કે ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમિત છે પરંતુ આ પછી તેઓ શરદ પવારને તેમના ઘરે મળ્યા, લોકો સાથે જોવા મળ્યા. તેમણે પોતાના ઘરની બહાર નહોતુ આવવુ જોઈતુ. તમને જણાવી દઈએ કે શિવસેનાના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ જે રીતે વિદ્રોહી સ્વર બતાવ્યા છે, તે પછી રાજ્યની મહા વિકાસ અઘાડી સરકાર મુશ્કેલીમાં છે. એકનાથ શિંદે લગભગ 45 ધારાસભ્યો સાથે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં છે. તે ઈચ્છે છે કે શિવસેના કોંગ્રેસ-એનસીપી સાથેનુ ગઠબંધન ખતમ કરે.