એક તરફ જ્યાં સરહદ પર આતંકવાદીઓનો સુરક્ષા દળો સતત સામનો કરી રહ્યા છે તો બીજી તરફ ભારતની અંદર નક્સલવાદીઓ દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કરી રહ્યા છે. હવે ઓડિશામાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે, જેમાં ત્રણ જવાન શહીદ થયા છે. મળતી માહિતી મુજબ, ઓડિશાના નુઆપાડા જિલ્લામાં નક્સલી હુમલામાં CRPFના ત્રણ જવાન શહીદ થયા હતા.
હુમલા અંગે CRPFએ જણાવ્યું કે ઓડિશાના નુઆપાડા જિલ્લામાં મંગળવારે થયેલા નક્સલી હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ત્રણ જવાન શહીદ થયા હતા. નક્સલવાદીઓએ જવાનોને ઘેરી લીધા અને પોતાનું નિશાન બનાવ્યું. સૈનિકો પર ચારે બાજુથી હુમલો કરવામાં આવ્યો, જેના કારણે 3 જવાનો શહીદ થયા. મળતી માહિતી મુજબ સૈનિકો પર બપોરે 2.30 વાગ્યાની આસપાસ હુમલો કરવામાં આવ્યો હતો.