Weather: દિલ્લી-એનસીઆરમાં આજે પણ વરસશે વાદળો, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ

|

નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં હાલમાં ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે અને જ્યાં ચોમાસું પહોંચ્યું નથી ત્યાં પ્રિ-મોન્સુનની ગતિવિધિઓ ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં જણાવ્યુ છે કે આજે દિલ્હીમાં વાદળો છવાયેલા રહેશે અને વરસાદ પડશે. IMDએ એક દિવસ પહેલા પશ્ચિમ કિનારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તરાખંડ અને કાશ્મીરમાં વરસશે વાદળો

હવામાન વિભાગે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે અને કહ્યુ છે કે આગામી બે દિવસમાં હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે વરસાદ પડશે.

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

વળી, ખાનગી હવામાન માહિતી એજન્સી સ્કાયમેટે પણ કહ્યુ છે કે આજે આસામ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવાના પશ્ચિમ ભાગો સહિત મુંબઈમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

બીજી તરફ દક્ષિણ ગુજરાત, પૂર્વ રાજસ્થાન, તમિલનાડુ, છત્તીસગઢના બાકીના ભાગો, આંતરિક ઓરિસ્સા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે માટે વહીવટી તંત્ર તરફથી લોકોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યુ છે.

MORE WEATHER NEWS  

Read more about:
English summary
Weather Updates: Heavy rain Expected in North India including Delhi-NCR Says IMD.
Story first published: Tuesday, June 21, 2022, 10:49 [IST]