ગુજરાત હાઇકોર્ટના વધુ એક જજ આર.એમ છાયાને ગૌહાટી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સૂપ્રિમ કોર્ટની કોલેજીય દ્વારા આ નિમણૂંક કરવામાં આવી છે. આ પહેલા ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જસ્ટિસ જે.બી પારડીવાલાની સુપ્રિમ કોર્ટના જજ તરીકે નિયુક્તી કરવામાં આવી હતી. ત્યાર બાદ વધુ એક ગુજરાતી જજની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીનું પદ સંભાળશે.
રશ્મીન મનહરભાઇ છાયા કે જે આર.એમ. છાયાના નામે જાણીતા છે તેમની સુપ્રિમ કોર્ટની કોલેજીમ દ્વારા ગૌહાટીના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂંક કરવા માટે ભલાણ કરી હતી.
આર.એમ છાયા વર્ષ 2011 માં ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે જોડાયા હતા. તેમના અભ્યાસ પર નજર કરવામા આવે તો આર.એમ છાયાએ એમ.એસ યૂનિવર્સિટીમાથી સ્નાતકની પદવી લીધી છે જ્યારે તેમણે એલ.એ શાહ કોલેજમાથી એલએલબીની પદવી લીધી છે. ત્યાર બાદ1984 માં વકીલાતની શરૂઆત કરી હતી. છાયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારના આસિસ્ટન ગવર્મેન્ટ પ્લિડર અને એડિશનલ પબ્લિક પ્રોસ્ટિક્યુટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ અમદાવાદ ઉપરાંત રાજકોટ અને ભાવનગર મ્યુનિ કોર્પોરેશનમાં એડવોકેટ રહી ચૂક્યા છે.