અમૃતસરઃ પંજાબની ભગવંત માન સરકારે સરકારી સ્કૂલના શિક્ષકોને લઈને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભગવંત માને મોટો નિર્ણય લઈને કહ્યુ છે કે હવે સરકારી સ્કૂલોના શિક્ષક માત્ર બાળકોના ભણાવવાના કામ પર ધ્યાન કેન્દ્રીત કરશે, તેમને કોઈ બીજુ કામ નહિ કરવુ પડે. આ સરકારી સ્કૂલોના શિક્ષકોને હવે કોઈ અન્ય કામ પર ધ્યાન નહિ આપવુ પડે, તેમને કોઈ પણ પ્રકારનુ વધારાનુ કામ નહિ આપવામાં આવે. તેમણે માત્ર બાળકોને ભણાવવાના કામ પર ધ્યાન આપવાનુ રહેશે.
હાલમાં જ ભગવંત માને ભ્રષ્ટાચારના આરોપોને કારણે રાજ્યના આરોગ્ય મંત્રીને પદ પરથી હટાવી દીધા હતા. તેમના નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા. આવા જ અન્ય એક નિર્ણયથી ભગવંત માને ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. માને વચન આપ્યુ છે કે પંજાબ યુનિવર્સિટીને દેવામાંથી મુક્ત કરવામાં આવશે અને ઉત્તર ભારતમાં શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે. જેથી પંજાબ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા ફરીથી સ્થાપિત કરી શકાય.
વાસ્તવમાં મુખ્યમંત્રી ભગવંત માન પંજાબી સિનેમા, ટેલિવિઝન અને થિયેટરના ત્રણ દિવસીય શોમાં ભાગ લેવા ગયા હતા. આ દરમિયાન બોલતા ભગવંત માને કહ્યુ કે સારુ શિક્ષણ આપવુ એ આમ આદમી પાર્ટીની સરકારની ટોચની પ્રાથમિકતા છે. ફરી એકવાર તેમણે કહ્યુ કે શિક્ષણ માટે નાણાંની કોઈ પણ રીતે અછત નહીં રહે. ઉચ્ચ શિક્ષણથી કોઈ દૂર નહિ રહે. માને કહ્યુ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. અહીં કોઈને હેરાન કરવામાં આવશે નહીં.