મૃત્યુ પામેલા 9 લોકોમાંથી ત્રણ મૃત્યુ કછાર જિલ્લામાં
તમને જણાવી દઈએ કે 19 જૂન, રવિવારના રોજ મૃત્યુ પામેલા 9 લોકોમાંથી ત્રણ મૃત્યુ કછાર જિલ્લામાં નોંધાયા હતા. બે મૃત્યુ બારપેટામાં થયા હતા ત્યારબાદ બજલી, કામરૂપ, કરીમગંજ અને ઉદલગુરી જિલ્લામાં એક-એક મૃત્યુ નોંધાયા હતા. ગુમ થયાની વાત કરીએ તો દિબ્રુગઢમાંથી ચાર લોકો ગુમ થયા છે. જ્યારે કછાર, હોજાઈ, તામુલપુર અને ઉદલગુરી જિલ્લામાંથી એક-એક વ્યક્તિ ગુમ છે.
5,137 ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા
આસામમાં અવિરત વરસાદને કારણે આવેલા વિનાશક પૂરે તબાહી મચાવી છે. લગભગ 5,137 ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. બરપેટા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે જ્યાં 12.76 લાખ લોકો અસરગ્રસ્ત છે. આ પછી દારંગમાં લગભગ 3.94 લાખ લોકો અને નાગાંવમાં 3.64 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
પરિસ્થિતિ વધુ વણસી રહી છે
પૂર પીડિતોનુ કહેવુ છે કે તેમણે હવે બધુ ભગવાન પર છોડી દીધુ છે કારણ કે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. આસામના 33 અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી બક્સા, બરપેટા, વિશ્વનાથ, બોંગાઈગાંવ, કચર, ચિરાંગ, દરરંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, દિમા-હસાઓ, ગોલપારા, ગોલાઘાટ, હૈલાકાંડી, હોજાઈ, જોરહાટ, કામરૂપ, કાર્બી. આંગલોંગ હહ. પશ્ચિમ, કરીમગંજ, કોકરાઝાર, લખીમપુર, માજુલી, મોરીગાંવ, નાગાંવ, નલબારી, શિવસાગર, સોનિતપુર, દક્ષિણ સલમારા, તામુલપુર, તિનસુકિયા અને ઉદલગુરી છે.