પટનાથી દિલ્હી જનાર ફ્લાઇટમાં અચનાક આગ લાગતા પટના ખાતે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ . ફલાઇટના એક વિંગમા આગ લાગી હતી જેની જાણ થતા તેનું સફળતા પૂર્વક લેન્ડિંગ કરવામાં આવતા કોઇ જાનહાની થઇ ન હતી. હાલ સ્થાનિક પ્રસાન સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજપ 185 જેટલા યાત્રીઓ સુરક્ષિત છે.
પટના એસએસપી માનવજીત ઢિલ્લોએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, સ્પાઇસ જેટની ફ્લાઇટ દિલ્હી જવા માટે રવાના થઇ હતી. ઉડાન બરતાની સાથે જ એરપોર્ટ ઓર્થોરિટીના ધ્યાનમાં આવ્યુ હતુ કે, ફલાઇટની એક વિંગમાં આગ લાગી છે. ત્યાર બાદ પ્લેનની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી. હાલ કોઇ જાનમાલને નુકસાન થી હાલ અન્ય પ્રોટોકલનું પાલન કરવામાં આવી રહ્યુ છે
પટના ડીએમ ચંદ્રાશેખર સિંહે માહિતી આપી હતી. કે, સ્થાનિક લોકો દ્વારા વિમાનમાં લાગેલી આગ વિશે સ્થાનિક તંત્ર અને એરપોર્ટ ઓર્થોરિટીને જાણ કરવામા ંઆવી હતી ત્યાર બાદ દિલ્હી જનાર ફ્લાઇટનુ ઇમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યુ હતુ. હાલ એન્જીનિયરોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.