નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઈડી દ્વારા ત્રીજા દિવસની પૂછપરછ પણ છેવટે ખતમ થઈ. રાતે સાડા નવ વાગે લગભગ રાહુલ ગાંધી ઈડી હેડક્વાર્ટમાંથી બહાર નીકળ્યા હતા. બુધવારે પણ રાહુલ ગાંધીની લગભગ 9 કલાક પૂછપરછ થઈ છે. તમને જણાવી દઈએ કે ઈડીએ રાહુલ ગાંધીને હવે શુક્રવારે ફરીથી પૂછપરછ માટે બોલાવ્યા છે. ગુરુવારના દિવસે તેમને રજા આપવામાં આવી છે. જણાવવામાં આવ્યુ છે કે રાહુલ ગાંધીએ ખુદ ગુરુવારે ઈડી અધિકારીઓ પાસે રાહત માંગી હતી.
સૂત્રો મુજબ બુધવારે રાહુલ ગાંધીને 35 પ્રશ્નો પૂછવાામં આવ્યા હતા. તેના જવાબો પણ રેકૉર્ડ કરવામાં આવ્યા છે. બુધવારે સતત ત્રીજા દિવસે પૂછપરછ કર્યા બાદ ઈડીએ અત્યાર સુધી રાહુલ ગાંધીની અનેક સત્રોમાં લગભગ 30 કલાક સુધી પૂછપરછ કરી છે. ઈડીએ શુક્રવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ચોથી વાર પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે કોંગ્રેસના સાંસદે ગુરુવારે માટે મુક્તિ માંગી હતી જેને મંજૂરી આપવામાં આવી હતી.
શુક્રવાર બાદ પણ ચાલુ રહી શકે છે પૂછપરછ
મીડિયા રિપોર્ટ્સ મુજબ રાહુલ ગાંધીની પૂછપરછ શુક્રવાર પછી પણ ચાલુ રહી શકે છે કારણ કે સૂત્રોનુ કહેવુ છે કે EDના અધિકારીઓની રાહુલ ગાંધીની પૂછપરછ અત્યાર સુધી માત્ર 50 ટકા જ પહોંચી છે. અહેવાલો મુજબ રાહુલ ગાંધીએ ED અધિકારીઓના લગભગ 100 પ્રશ્નોના જવાબ આપવાના છે પરંતુ હજુ સુધી રાહુલ ગાંધીએ અડધા પ્રશ્નોના જવાબ પણ આપ્યા નથી. આ મુજબ એવ માનવામાં આવે છે કે શુક્રવાર પછી પણ રાહુલ ગાંધીને ED ઓફિસ બોલાવવામાં આવી શકે છે.
બુધવારે શું-શું થયુ
તમને જણાવી દઈએ કે બુધવારે રાહુલ ગાંધી બપોરે 12 વાગ્યાની આસપાસ ED ઓફિસ પહોંચ્યા હતા. સતત ત્રણ કલાકની પૂછપરછ બાદ તેમને બ્રેક આપવામાં આવ્યો હતો. આ પછી તેઓ ફરીથી ચાર વાગ્યાની આસપાસ ED ઓફિસ પહોંચ્યા. એક તરફ ED રાહુલ ગાંધીની પૂછપરછ કરતી રહી તો બીજી તરફ કાર્યાલયની બહાર અને કોંગ્રેસ હેડક્વાર્ટરમાં હંગામો ચાલુ રહ્યો. કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ બુધવારે પણ ચાલુ રહ્યો હતો. કડક કાર્યવાહી કરતા પોલીસે અનેક કાર્યકરોની અટકાયત પણ કરી હતી. પોલીસની આ કાર્યવાહીનો કોંગ્રેસે વિરોધ કર્યો છે.