રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે ત્યારે નવા રાષ્ટ્રપતિ કોણ હશે તેની ચર્ચા સમગ્ર દેશમાં ચાલી રહી છે. NCP નેતા શરદ પવારે રાષ્ટ્રપતિ બનવાને લઇને સ્થિતિ સાફ કરી દિધી છે. તેમણે સ્પષ્ટ જણા્વી દિધુ હતુ કે, તેઓ રાષ્ટ્રપતિ પદ માટે વિરોધ પક્ષનો ચહેરો નહી બને.ત્યાર બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ જણાવ્યું હતુ કે, દિલ્હીમાં બેઠખ બદ સ્પષ્ટ થશે.
ગૃહમંત્રી જણાવ્યું હતુ કે, સોમવારે કોઇ પ્રકારની ચર્ચા નથી કરવામાં આવી. તમામ નેતાઓ આજે એટલે કે મંગળવારે દિલ્હીમાં બેઠખ કરશે. આજે તમામ દળના નેતાઓ મળીને નિર્ણય કરશે. જો કે, શરદ પવારે પહેલા જ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ના પડી દિધી હતી.