Weather: આગ ઝરતા રાજસ્થાનમાં વરસ્યો ભારે વરસાદ, 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

|

જયપુરઃ આગ ઝરતા રાજસ્થાનમાં હવે ઈન્દ્ર દેવતાની મહેરબાની થઈ ગઈ છે. જેના કારણે સોમવારે હવામાને અહીં પલટો માર્યો છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે રાજસ્થાનમાં કાલથી પ્રી-મોનસુન એક્ટિવિટી દેખાઈ રહી છે જેના કારણે અહીંના ઘણા જિલ્લાઓમાં વાદળા વરસ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં આગલા બે દિવસ સુધી વરસાદનો સિલસિલો ચાલુ રહેશે અને આ સાથે જ 11 જિલ્લાઓમાં આગલા 24 કલાકમાં ભારે વરસાદ થવાનુ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે.

આ જગ્યાઓએ ઈન્દ્રદેવતા થશે મહેરબાન

નાગૌર, જેસલમેર, બાડમેર, જોધપુર, ટોંક, હનુમાનગઢ સિરોહી, જાલોર, ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા, પ્રતાપગઢ, સીકર, પાલી, બુંદી, કોટા, બારન, ઝુંઝુનુ, ચુરુ, બિકાનેર, ઝાલાવાડ અને અજમેર.

ઠેર-ઠેર ભરાયા પાણી

જો કે ગઈકાલથી પડેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઘણી જગ્યાએ વીજળી ડૂલ

સૌથી ખરાબ સ્થિતિ બાડમેરની હતી જ્યાં કલાકો સુધી સતત વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. અનેક ગામોનો મુખ્ય માર્ગથી સંપર્ક તૂટી ગયો હતો અને અન્ય અનેક વાહનો પણ પાણીમાં વહી ગયા હતા. વરસાદના કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લોકોને કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રશાસન હાઈ એલર્ટ પર

નોંધનીય છે કે ગરમીના કારણે રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો પચાસને પાર કરી રહ્યો હતો પરંતુ આ વરસાદને કારણે લોકોને રાહત મળી છે અને વરસાદનો આ સિલસિલો હવે રાજસ્થાનમાં પણ ચાલુ રહેવાનો છે. હાલમાં તો આ વરસાદથી ખેડૂતો ખૂબ જ ખુશ છે પરંતુ ભારે વરસાદને જોતા વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે અને ગઈકાલે વરસાદને કારણે જે સમસ્યાઓ જિલ્લાઓમાં જોવા મળી હતી તે ન થાય તે માટે તેમને ચેતવણી પણ આપી છે.

MORE MONSOON NEWS  

Read more about:
English summary
Weather updates: Heavy rain in Rajasthan, Yellow Alert in 11 districts says IMD, SEE Rajasthan.
Story first published: Tuesday, June 14, 2022, 10:04 [IST]