શરદ પવાર બની શકે છે ઉમેદવાર
આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષ તરફથી એનસીપી સુપ્રીમો શરદ પવારને ઉમેદવાર બનાવવાની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત કેટલાક વિપક્ષી દળોએ પણ શરદ પવારની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે સંમત નિવેદનો આપ્યા હતા. જો કે, શરદ પવારે તેમની પાર્ટીના નેતાઓને કહ્યું છે કે તેઓ વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાના નથી. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિપક્ષ શું નિર્ણય લે છે, તેની માહિતી આવતીકાલની બેઠક બાદ જ મળવાની આશા છે.
બેઠકમાં વિપક્ષના 22 મુખ્ય નેતાઓને બોલાવવામાં આવ્યા
11 જૂનના રોજ મમતા બેનર્જીએ 22 વિપક્ષી નેતાઓને પત્ર લખીને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે 15 જૂને દિલ્હીમાં યોજાનારી બેઠકમાં હાજરી આપવા વિનંતી કરી છે. મમતા બેનર્જીએ આ બેઠક માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, NCP પ્રમુખ શરદ પવાર, NDA સિવાયના પક્ષોના મુખ્ય પ્રધાનો સહિત વિપક્ષના તમામ મોટા નેતાઓને આમંત્રણ આપ્યું છે.
આગલા મહીને થશે રાષ્ટ્રપતિની ચૂંટણી
દેશના આગામી રાષ્ટ્રપતિ માટે 18 એપ્રિલે ચૂંટણી યોજાશે અને 21 જુલાઈએ પરિણામ જાહેર થશે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 15 જૂને નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ માટે 29 જૂન સુધી નામાંકન કરી શકાશે. આ પછી 18 જુલાઈએ મતદાન થશે.