યુપીમાં પ્રી-મોનસુન ગતિવિધિઓ જોવા નહિ મળે
દિલ્હીની આ હાલત છે ત્યાં બીજી તરફ યુપી, બિહાર, ઉત્તરાખંડ, એમપીમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે આ વખતે ચોમાસુ સીધુ યુપીમાં દસ્તક દેવાનુ છે. આ વખતે રાજ્યમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ જોવા નહિ મળે.
આજે પણ પારો રહેશે 40ને પાર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 15 થી 20 જૂન વચ્ચે યુપીમાં ભારે વરસાદની સંભાવના છે અને આ વરસાદ પ્રી-મોન્સૂન નહિ પણ ચોમાસાનો વરસાદ હોઈ શકે છે. જો કે આજે પણ રાજ્યમાં પારો ચાલીસની ઉપર જ રહેવાનો છે.
આસામ, મેઘાલય, સિક્કિમમાં ભારે વરસાદના અણસાર, મેઘાલયમાં ભૂકંપ
ચોમાસાના કારણે મુંબઈ, ગોવા, કોંકણ અને પૂર્વોત્તરમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ આસામ, મેઘાલય, સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદને કારણે મેઘાલયમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયુ છે. વળી, આજે સવારે 6:32 કલાકે મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 નોંધવામાં આવી છે. જો કે કોઈ નુકસાન થયુ નથી. જાનમાલને કોઈ નુકસાન થયુ નથી. આજે તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રમાં વરસાદની સંભાવના છે.
|
તમિલનાડુ અને કર્ણાટકમાં પડી શકે છે ભારે વરસાદ
ખાનગી હવામાન માહિતી એજન્સી સ્કાયમેટ મુજબ આગામી 24 કલાક દરમિયાન મહારાષ્ટ્ર, કોંકણ ક્ષેત્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપૂર્વ ભારત, કેરળના ભાગો, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવા અને દક્ષિણ- પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા, તેલંગાનાના ભાગો, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ વાદળ વરસવાની સંભાવના છે.