નવી દિલ્હી, 9 જૂન : ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પદ માટે 18 એપ્રીલના રોજ ચૂંટણી યોજાશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થશે અને 21 જુલાઈએ પરિણામ જાહેર થશે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આવતા મહિને (જુલાઈ)માં સમાપ્ત થઈ રહ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો હોવાથી ચૂંટણી પંચે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 15 જૂનના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. 29 જૂન સુધી નામાંકન કરી શકાશે. 18મી જુલાઈએ મતદાન અને 21મી જુલાઈએ પરિણામોની ઘોષણા સાથે દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, આ વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 4,809 મતદારો મતદાન કરશે. કોઈપણ રાજકીય પક્ષ તેના સભ્યોને ચૂંટણીમાં મતદાન કરવા માટે વ્હીપ જાહેર કરી શકતો નથી.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, સંસદના બંને ગૃહો (રાજ્યસભા અને લોકસભા) ના સભ્યો સિવાય તમામ રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પોડિંચેરીના ધારાસભ્યોએ તેમના મત આપ્યા હતા. નામાંકિત સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર નથી.