જે લોકો તેમના જૂના ડીઝલ અથવા પેટ્રોલ વાહનોને ઈલેક્ટ્રિક વાહનમાં રૂપાંતરિત કરવા ઈચ્છે છે, તેઓ ટૂંક સમયમાં જ માઉસના એક ક્લિકથી આમ કરી શકશે. એક અધિકારીએ જણાવ્યું કે, દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે એક પોર્ટલ શરૂ કરવાની યોજના બનાવી છે, જે વાહન માલિકો અને કંપનીઓને એક પ્લેટફોર્મ પર લાવશે, જેઓ જૂના વાહનોને ઇલેક્ટ્રિક કિટ સાથે રિટ્રોફિટ કરવામાં શામેલ છે.
આ પોર્ટલ વાહન માલિકો માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે સેવા આપવાનું પણ લક્ષ્ય રાખશે. કારણ કે, પોર્ટલ દ્વારા RTO સાથે નવા ઈ-વાહનોની નોંધણી કરાવવા વિશે તેમને માહિતી આપવાની પણ યોજના છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ પોર્ટલ આ મહિનાના ઉત્તરાર્ધમાં શરૂ કરાશે અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરને આ પોર્ટલ વિકસાવવાની જવાબદારી સોંપવામાં આવી છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.
દિલ્હી સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપી હતી. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેક્નોલોજીસ (ICAT) અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI) એ અત્યાર સુધીમાં 11 રેટ્રોફિટિંગ કીટ ઉત્પાદકોને મંજૂરી આપી છે.
સત્તાવાર માહિતી અનુસાર, આ વર્ષે જાન્યુઆરીમાં લગભગ એક લાખ ડીઝલ વાહનોનું રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યું હતું અને પરિવહન વિભાગે ત્રણ વિકલ્પો આપ્યા હતા કે, તે વાહનને પ્રતિબંધિત ડીલર્સ પાસેથી સ્ક્રેપ કરાવવા અથવા તેને સરકાર દ્વારા માન્ય રેટ્રોફિટિંગ કીટ સાથે ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવા માટે, અથવા નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવા અને આવા વાહનોને રાષ્ટ્રીય રાજધાનીની બહાર વેચવા માટે. મે સુધી દિલ્હીમાં લગભગ 1.43 લાખ નોંધાયેલા ઈ વાહનો હતા. જૂના વાહનોને ઈલેક્ટ્રિક કારમાં બદલવા પર 3 લાખથી 5 લાખ રૂપિયાનો ખર્ચ થશે.