મહારાષ્ટ્રમાં રાજ્યસભા ચૂંટણીનું સમીકરણ
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છ સીટ પર ચૂંટણી છે, જેમાં કોંગ્રેસ અને રાકાંપા પાસે એક-એક સીટ જીતવા માટે પર્યાપ્ત સંખ્યા છે, જ્યારે ભાજપ પાસે બે સીટ જીતવા માટે પર્યાપ્ત ધારાસભ્ય છે. શિવસેના પાસે એક ઉમેદવારને રાજ્યસભા મોકલવા માટે પર્યાપ્ત સંખ્યા છે. જો કે તેમણે પોતાના બીજા ઉમેદવારને ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે પોતાના સહયોગીઓ અને અન્ય અપક્ષ ઉમેદવારો પાસેથી વધુ 30 વોટની જરૂરત છે.
ભાજપ પોતાની તાકાત પર બે સીટ જીતી શકે છે. કોંગ્રેસ, શિવસેના અને રાષ્ટ્રવાદી પાર્ટી એક-એક સીટ જીતી શકે તેમ છે. સાથે જ મહાવિકાસ અઘાડી (એમવીએ)માં સામેલ ત્રણેય દળો પાસે એક અન્ય સીટ જીતવા માટે વધુ વોટ હશે. શિવસેના પોતાની બીજી સીટ જીતવા માટે આ વોટ પર જ નિર્ભર છે.
રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીનું ગણિત
અહીંની ચાર સીટ માટે સીધી ફાઈટ છે. કોંગ્રેસથી ત્રણ ઉમેદવાર મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાનમાં છે. ત્રણેય ઉમેદવારો માટે 123 ધારાસભ્યોના વોટ જરૂરી છે. બદલાયેલા હાલાતમાં જો ત્રણ ધારાસભ્યોના વોટ પણ આમ-તેમ થઈ જાય તો કોંગ્રેસના ત્રીજા ઉમેદવારની હાર નક્કી છે. કોંગ્રેસ પાસે ખુદના 108 ધારાસભ્ય છે. એક આરએલડીના સુભાષ ગર્ગ છે. 13 અપક્ષ ઉમેદવાર, બે સીપીએમ અને બે બીટીપી ધારાસભ્યોને મિલાવી કોંગ્રેસને કુલ 126 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જ્યારે ભાજપના સમર્થનથી અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રા પણ મેદાનમાં છે. ચંદ્રાને 11 વોટની જરૂરત હશે. ચંદ્રાને ભાજપના 30 સરપ્લસ અને આરએલપીના ત્રણ ધારાસભ્યોના વોટ મળી શકે છે.
હરિયાણામાં ચૂંટણીનું ગણિત
હરિયાણામાં બે સીટ માટે રાજ્યસભા ચૂંટણી થનાર છે. કાર્તિકેય શર્માએ અહીં મુકાબલો દિલચસ્પ બનાવી દીધો છે. શર્માને ભાજપનું સમર્થન મળેલું છે. તેમને જીતવા માટે 31 વોટ જોઈએ. તેઓ કોંગ્રેસના અજય માકન માટે પડકાર બની ગયા છે. જ્યારે માકન માટે જીત ત્યારે જ સંભવ છે જ્યારે 31 કોંગ્રેસ ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા 30 ધારાસભ્યો તેમને મત આપે. બીજી તરફ ચર્ચા થઈ રહી છે કે પાર્ટીના ત્રણ ધારાસભ્યોએ પોતાના તમામ ઑપ્શન ખુલા રાખ્યા છે. એવામાં બારગેનિંગ અને ક્રોસવોટિંગની પૂરી સંભાવના બની રહી છે. બીજી તરફ કાર્તિકેયના દુષ્યંત ચૌટાલાની જેજેપીના 10 ધારાસભ્યો અને ભાજપના બચેલા 10 ધારાસભ્યોના વોટ મળવાની પૂરી સંભાવના છે.
કર્ણાટકનું ગણિત શું છે?
કર્ણાટકમાં ચાર સીટ પર રાજ્યસભા ચૂંટણી થનાર છે. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે અહીં આસાનીથી ચારેય ઉમેદવારોને જીત મળી જશે. પરંતુ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ મંસૂર અલીને પોતાના બીજા ઉમેદવાર બનાવી પેંચ ફસાવી દીધો છે. જે બાદ ભાજપે પણ હાલના એમએલસી લહર સિંહને પોતાના ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. 224 સીટ વાળી કર્ણાટક વિધાનસભામાં એક રાજ્યસભા સીટ જીતવા માટે 45 ધારાસભ્યો જોઈએ. કોંગ્રેસ પાસે 70 ધારાસભ્યો છે, પરંતુ પાર્ટીએ જયરામ રમેશ અને મંસૂર અલી ખાનને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસને બીજી સીટ માટે 20 વોટ જોઈએ. ભાજપ પાસે 121 ધારાસભ્યો છે. પાર્ટીએ નિર્મલા સીતારમણ, કન્નડ ફિલ્મ અભિનેતા જગ્ગેશ અને લહર સિંહને ઉમેદવાર બનાવ્યા છે. એવામાં ભાજપને વધુ 14 વોટ જોઈએ. જેડીએસ પાસે 32 ધારાસભ્યો છે. જેડીએસે ડી કુપેંદ્ર રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. રેડ્ડીને વધુ 13 ધારાસભ્યોના સમર્થનની જરૂરત છે.