રાહુલ ગાંધીના પંજાબ પ્રવાસ પહેલા ધરપકડ
રાહુલ ગાંધીના પંજાબ પ્રવાસ પહેલા કોંગ્રેસ નેતા સાધુ સિંહ ધરમસોતની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વઅધ્યક્ષ રાહુલ ગાંધી આજે (7 જૂન) પંજાબના માનસા પહોંચવાના છે, જ્યાં તેઓ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના પરિવારને મળેતેવી શક્યતા શકે છે.
સાધુ સિંહ ધરમસોત પર શું છે આરોપ?
સાધુ સિંહ ધરમસોત પર પંજાબ સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવતા વૃક્ષો કાપવાના બદલામાં લાંચ લેવાનો આરોપ છે. જોકે કેપ્ટનઅમરિંદર સિંહે ખુરશી ગુમાવતા ધરમસોતને પણ મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ભગવંત માનની આગેવાની હેઠળની AAPસરકારે અગાઉ ભ્રષ્ટાચારના કેસમાં તેમના આરોગ્ય પ્રધાન ડૉ. વિજય સિંગલાને હટાવ્યા હતા અને હવે કોંગ્રેસના નેતા ધરમસોતને પકડ્યાછે.
ઝાડ કાપવા માટે 500 રૂપિયાની લાંચ લેતા હતા?
જ્યારે પંજાબના વિજિલન્સ બ્યુરોએ મોહાલીના વન વિભાગના કેટલાક અધિકારીઓને લાંચના આરોપમાં પકડ્યા હતા, ત્યારે તેઓએ ખુલાસોકર્યો કે, જ્યારે સાધુ સિંહ ધરમસોત કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા, ત્યારે તેમણે એક ઝાડ કાપવા માટે 500 રૂપિયાની લાંચ લીધી હતી. આઉપરાંત નવા વૃક્ષો વાવવા માટે પણ લાંચ લેવામાં આવી હતી. જેના આધારે વિજિલન્સ બ્યુરોએ પૂર્વ મંત્રીની ધરપકડ કરી છે.
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કૌભાંડ સાથે જોડાયેલું છે નામ
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મંત્રી સાધુ સિંહ ધરમસોત પણ લાંબા સમયથી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ કૌભાંડમાં સંડોવાયેલા છે. તેમના સામાજિકસુરક્ષા પ્રધાન તરીકે, તેમના પર ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓને ખોટી રીતે શિષ્યવૃત્તિના નાણાં આપવાનો આરોપ હતો. આ અંગેવિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. આમ છતાં તત્કાલીન કેપ્ટન અમરિંદર સિંહની સરકારે ધરમસોતને ક્લીનચીટ આપી દીધી હતી.