શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કુપાવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે લશ્કર એ તૈયબાના બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જેમાંથી એક આતંકી પાકિસ્તાનનો છે અને તેનુ નામ તુફૈલ છે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઑપરેશન ચાલી રહ્યુ છે. વળી, અખનૂરમાં પણ સુરક્ષાકર્મીઓને વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની શંકા છે. બીએસએફે જણાવ્યુ કે બીએસએસના જવાનોએ 800 મીટરની ઉંચાઈ પર ગણગણાટ સાંભળ્યો ત્યારબાદ બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ.
તમને જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ઘાટીમાં અમુક ખાસ રીતે એક પછી એક કરવામાં આવી રહેલી હત્યાઓને જોતા જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સેના પ્રમુખ મનોજ પાંડે અને જમ્મુ કાશઅમીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા એ પ્રમુખ લોકોમાં શામેલ હતા જેમણે આ બેઠકમાં ભાગ લીધો. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે ગૃહમંત્રીએ જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી.
જમ્મુ કાશ્મીર પોલિસનુ કહેવુ છે કે માર્યા આતંકીવાદીઓ લશ્કર સાથે સંબંધ છે અને તેમાંથી એકનુ નામ તુફૈલ છે જે પાકિસ્તાનનો રહેવાસી છે. પોલિસના જણાવ્યા મુજબ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનનો આતંકવાદી કમાંડરએ એચએમ નિસાર ખાંડે માર્યો ગયો હતો જેની પાસેથી વાંધાજનક સામગ્રી, હથિયાર અને દારુગોળો એક એકે 47 જપ્ત થઈ હતી. આ પહેલા કાલે જ જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદી દ્વારા કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં બે પ્રવાસી મજૂરો ઘાયલ થઈ ગયા હતા.
જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યુ હતુ કે જે આતંકવાદ ફેલાવે છે તેને કોઈ ધર્મ નથી હોતો. ભલે તે હિંદુ હોય કે મુસલમાન, જે પણ વ્યક્તિ ભારત વિરુદ્ધ કામ કરશે તેની પર કાર્યવાહી થશે. જમ્મુ કાશ્મીર શાસન કોઈની સાથે ભેદભાવ નથી કરી રહ્યુ. હાલમાં તમે જોઈ રહ્યા હશો કે મોટી સંખ્યામાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. આતંકીઓ સામે કાર્યવાહીના કારણે તેમનામાં હતાશા છે અને છૂટીછવાઈ ઘટનાઓ સામે આવી રહી છે. જ્યાં સુધી કાશ્મીરી પંડિતોનો સવાલ છે, તેમવા માટે ઈમાનદારીથી ઘણી રીતે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. યાસીન મલિકને ભાજપ શાસનમાં પાસપોર્ટ આપવાના સવાલ પર તેમણે કહ્યુ કે ભૂતકાળની વાતો પર ટિપ્પણી કરવા કરતા સારુ રહેશે કે આપણે વર્તમાનમાં શું સારુ કરી રહ્યા છે.