બસમાં 28 યાત્રાળુઓ સહિત કુલ 30 લોકો સવાર હતા
ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા અનુસાર, શોધ અને બચાવ કામગીરી પૂરી થઈ ગઈ છે. આ અકસ્માતમાં કુલ 26 લોકોના મોત થયા છે અને4 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હાયર સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. બસમાં 28 યાત્રાળુઓ સહિત કુલ 30 લોકો સવારહતા.
મુખ્યમંત્રી શિવરાજે જણાવ્યું અકસ્માતનું કારણ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઉત્તરાખંડ પહોંચી ગયા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, બસનું સ્ટિયરિંગફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો. ડ્રાઇવરે પહાડ સાથે અથડાઈને બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અથડાયા બાદ બસખાઈમાં પડી હતી.
આ ઘટનામાં મધ્યપ્રદેશના ત્રણ મુસાફરો ઘાયલ થયા છે, તેમની સારવાર ચાલી રહી છે. શિવરાજે જણાવ્યું હતું કે, અમેનિર્ણય કર્યો છે કે, મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. ઇજાગ્રસ્તોનેવિનામૂલ્યે સારવાર મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. અમે રાતથી પરિવારના સભ્યોના સંપર્કમાં છીએ.
વાયુસેનાના વિમાનમાં મૃતદેહ લઇ જવાશે
શિવરાજ સિંહે જણાવ્યું હતું કે, અકસ્માતમાં ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને દેહરાદૂન મોકલી દેવામાંઆવ્યા છે. આ પાર્થિવ દેહ 10 કલાકે દેહરાદૂન પહોંચશે.
મૃતદેહને લઈ જવા માટે એરફોર્સના વિમાનોની મદદ લેવામાં આવી છે. આમૃતદેહોને લઈને એરફોર્સના વિમાનો ખજુરાહો પહોંચશે, જ્યાંથી આ મૃતદેહો વાહનો દ્વારા અલગ-અલગ ગામોમાં મોકલવામાં આવશે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ શું કહ્યું?
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારની સવારે જણાવ્યું હતું કે, તેમને રાત્રે માહિતી મળી કે દુમતા પાસે બસ અકસ્માત થયોછે. અમે બચાવ કાર્ય માટે જિલ્લા મેજિસ્ટ્રેટ, આરોગ્ય અને અન્ય વિભાગોની ટીમને સ્થળ પર મોકલી છે.
ગૃહમંત્રી અમિત શાહે પણNDRFની એક ટીમ મોકલી છે. ધામીએ જણાવ્યું હતું કે, તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. મૃતદેહોને દહેરાદૂન મોકલવામાંઆવ્યા છે. અમે સ્થળની મુલાકાત લેવાના છીએ.