નવી દિલ્લીઃ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ હવે રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ મની લૉન્ડ્રિંગ કેસમાં 13 જૂન, 2022ના રોજ બોલાવ્યા છે. વાસ્તવમાં, રાહુલ ગાંધીએ ઈડી પાસે થોડો સમય માંગ્યો હતો ત્યારબાદ 13 જૂનની તારીખ આપવામાં આવી. ઈડીએ બુધવારે(1 જૂન) કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના સાંસદ દીકરા રાહુલ ગાંધીને કથિત નેશનલ હેરાલ્ડ મની લૉન્ડ્રિંગ કેસમાં બોલાવવામાં આવ્યા હતા. સોનિયા ગાંધી 8 જૂને તપાસમાં શામેલ થવા માટે કહેવામાં આવ્યુ છે. જ્યારે રાહુલ ગાંધીને 2 જૂને બોલાવવામાં આવ્યા હતા પરંતુ રાહુલ ગાંધીએ પોતાના માટે વધુ સમય માંગ્યો હતો ત્યારબાદ તેમને હવે 13 જૂનની તારીખ મળી છે.