ઓક્લાહોમાઃ અમેરિકામાં એક વાર ફરીથી ગોળીબારની ઘટના સામે આવી છે. ઓક્લાહોમામાં એક હોસ્પિટલમાં ગોળીબારની ઘટના બની છે જેમાં 4 લોકોના માર્યા ગયાના સમાચાર છે. પોલિસે જણાવ્યુ કે હુમલાખોરનુ મોત થઈ ગયુ છે. અમે 4 લોકોના મરવાની પુષ્ટિ કરી શકીએ છીએ. આ ગોળીબાર સેંટ ફ્રાંસિસ હોસ્પિટલના કેમ્પસમાં થયો છે. સ્થાનિક લોકો પાસેથી માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પોલિસ પહોંચી.
તુલસા પોલીસે જણાવ્યુ કે આ ગોળીબારમાં હુમલાખોર સહિત કુલ 5 લોકોના મોત થયા છે. સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત નતાલી બિલ્ડિંગમાં શૂટિંગ ચાલી રહ્યુ છે. રાષ્ટ્રપતિ જો બિડેનને ગોળીબારની જાણ કરવામાં આવી છે, વ્હાઇટ હાઉસ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યુ છે અને સ્થાનિક અધિકારીઓને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ગોળીબારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. એક પછી એક આવી ઘટનાઓ સામે આવ્યા બાદ અમેરિકામાં તે એક મોટો પડકાર બનીને સામે આવ્યો છે. ન્યુ ઓર્લિયન્સમાં મંગળવારે હાઇસ્કૂલના સ્નાતક સમારંભમાં એક વૃદ્ધ મહિલાનુ મોત થયુ હતુ અને બે લોકો ઘાયલ થયા હતા. આ પહેલા રોબની પ્રાથમિક શાળામાં ગોળીબારમાં 19 બાળકોના મોત થયા હતા. જ્યારે આ ફાયરિંગમાં અનેક લોકો ઘાયલ થયા છે.
હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આવી ઘટનાઓને રોકવા માટે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન પાસેથી સૂચનો લીધા હતા. બાઈડેને જેસિન્ડા આર્ડન સાથે ફોન પર વાત કરી અને યુએસમાં ગોળીબારની ઘટનાઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે સૂચનો લીધા. જો બાઈડેને 2019માં ક્રાઇસ્ટચર્ચ ગોળીબારનો ઉલ્લેખ કર્યો હતો જેમાં 51 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ ન્યૂઝીલેન્ડે મિલિટરી સ્ટાઇલ રાઇફલ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમની પાસે આવી બંદૂકો હતી તેમની પાસેથી પાછી ખરીદી લેવામાં આવી હતી.