રાજસ્થાનના ચિત્તોડગઢમાં આરએએસ સાથે જોડાયેલા એક વ્યક્તિની અજાણ્યા બદમાશો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ચિત્તોડગઢમાં તણાવ ફેલાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ ચિત્તોડગઢ શહેરના ગાંધીનગર વિસ્તારના રહેવાસી રતન સોની તરીકે થઈ છે. તેઓ ભાજપના પૂર્વ કાઉન્સિલર જગદીશ સોનીના પુત્ર હતા.
રતન સોનીની હત્યા બાદ આરોપીઓની ધરપકડની માંગ સાથે અને ઘટનાના વિરોધમાં લોકોએ દેખાવો કર્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવી પડી હતી.
તમને જણાવી દઈએ કે રતન સોની પર ગઈકાલે રાત્રે શહેરના શિવાજી સર્કલ પાસે અજાણ્યા બદમાશોએ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ રતન સોનીને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઉદયપુર રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં ASP કૈલાશ સંધુએ કહ્યું કે રતન સોની પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત થયું હતું. હુમલાનું કારણ જાણી શકાયું નથી અને આરોપીઓની ઓળખ પણ થઈ શકી નથી.
રતન સોનીની હત્યાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં લોકો સુભાષ ચોક ખાતે એકઠા થઈ ગયા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. તેમજ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. બીજેપી સાંસદ સીપી જોશી અને બીજેપી ધારાસભ્ય ચંદ્રભાન સિંહ પણ ચિત્તોડગઢ કોતવાલી પહોંચ્યા હતા. તેમણે પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સાંસદ જોશી અને ધારાસભ્ય સિંહે ચિત્તોડગઢમાં કાયદો અને વ્યવસ્થા વિરુદ્ધ બંધનું આહ્વાન કર્યું હતું. ચિત્તોડગઢના એસપી પ્રીતિ જૈને કહ્યું કે સમગ્ર મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Rajasthan | People protest in Chittorgarh after Ratan, the son of a former councillor Jagdish Soni was killed last night. Case registered against three people. Visuals from this morning. More details awaited. pic.twitter.com/oEQV40ZRsO
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 1, 2022