નવી દિલ્લીઃ ઈન્ડિયા ગેટ પર સ્થાપિત થનારી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા બનાવવા માટે મૈસુર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજને શામેલ કરવામાં આવ્યા છે. કેદારનાથ ખાતે આદિ શંકરાચાર્યની 12 ફૂટની પ્રતિમા જેનુ ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યુ હતુ તે બનાવનાર યોગીરાજ છે. બોઝની 30 ફૂટની પ્રતિમા ઈન્ડિયા ગેટ ખાતે અગાઉની અમર જવાન જ્યોતિની પાછળના ભવ્ય કેનોપીની નીચે મૂકવામાં આવનાર છે. પ્રતિમા માટે એક વિશાળ બ્લેક જેડ ગ્રેનાઈટ સ્ટોન પસંદ કરવામાં આવ્યો છે જેને કોતરણીનુ કામ પૂર્ણ થાય તે પહેલા દિલ્હી લઈ જવામાં આવશે.
પ્રતિમાની ડિઝાઇન તેના ડાયરેક્ટર જનરલ અદ્વૈત ગડાનાયકના નેતૃત્વ હેઠળના સાંસ્કૃતિક મંત્રાલય હેઠળની નેશનલ ગેલેરી ઑફ મોર્ડન આર્ટ (NGMA)ની એક ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગયા મહિને યોગીરાજ મોદીને મળ્યા હતા અને તેમને બોઝની બે ફૂટની પ્રતિમા અર્પણ કરી હતી. PM મોદીએ મીટિંગ વિશે ટ્વિટ કર્યુ હતુ અને 'નેતાજી બોઝનુ અસાધારણ શિલ્પ શેર કરવા માટે' યોગીરાજનો આભાર માન્યો હતો.
મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે યોગીરાજ NGMA ટીમ સાથે મળીને કામ કરશે અને પ્રતિમાના ચહેરાના ફીચર્સ પર ખાસ કામ કરશે કારણ કે તે પોટ્રેટ શિલ્પો બનાવવામાં નિષ્ણાત છે. તે 1 જૂનના રોજ રાજધાનીમાં આવશે અને બોસની પ્રતિમાનુ કામ 15 ઓગસ્ટની સમયમર્યાદા પહેલા પૂર્ણ થવાની ધારણા છે. શંકરાચાર્યની પ્રતિમા ઉપરાંત યોગીરાજે મૈસુરમાં મહારાજા જયચામરાજેન્દ્ર વોડેયરનું 14.5-ફૂટનું સફેદ આરસનુ શિલ્પ અને સ્વામી રામકૃષ્ણ પરમહંસનુ જીવન-કદનુ સફેદ આરસનુ શિલ્પ બનાવ્યુ હતુ.
જાણીતા શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર, 37 વર્ષીય મૈસુર મહેલના કલાકારોના પરિવારમાંથી આવે છે. તેઓ એમબીએ થયેલા છે અને તેમણે 2008માં પૂર્ણ સમય શિલ્પકામ શરૂ કરતા પહેલા થોડા વર્ષો સુધી એક ખાનગી પેઢી સાથે કામ કર્યુ હતુ. કેદારનાથ માટે શંકરાચાર્યનું અંતિમ પથ્થરનુ શિલ્પ બનાવતા પહેલા યોગીરાજે પીએમઓ સહિત સંબંધિત સત્તાવાળાઓ દ્વારા મંજૂરી માટે બે ફૂટનુ મોડેલ બનાવ્યુ હતુ. બોસની પ્રતિમા અંગેની જાહેરાત પીએમ દ્વારા જાન્યુઆરીમાં કરવામાં આવી હતી.
આ વર્ષે ગડાનાયક જેમની દેખરેખ હેઠળ NGMA ટીમે પ્રતિમાનું ગ્રાફિક મોડેલ તૈયાર કર્યુ હતુ, તેમણે જણાવ્યુ હતુ કે, 'મહિનાઓના સંશોધન પછી તેઓએ તેલંગાના અને ઓરિસ્સામાંથી એક-એક પથ્થરના બ્લૉકને શોર્ટલિસ્ટ કર્યા હતા. ગડાનાયકે કહ્યુ કે મજબૂત બ્લેક ગ્રેનાઈટની પસંદગી બોઝના 'ખૂબ જ મજબૂત પાત્ર'ને પ્રતિબિંબિત કરવા માટે હતી. આ ઉપરાંત, કાળા રંગની ઉર્જા ઘણીવાર ભગવાન જગન્નાથ અને ભગવાન કૃષ્ણ જેવા દેવતાઓ સાથે સંકળાયેલી હોય છે.' તેમણે કહ્યુ કે 20-25 શિલ્પકારોની ટીમ તેમને પ્રોજેક્ટમાં મદદ કરશે.