નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલમાં જ 20 ઑટો ડ્રાઈવર્સને ખુદ આરસી સોંપીને ઈલેક્ટ્રીક ઑટોને લીલી ઝંડી બતાવી હતી. પ્રદૂષણ સામે દિલ્લી સરકારે ઈલેક્ટ્રીક વાહનો પર જોર આપી રહી છે, માટે દિલ્લીનુ પરિવહન વિભાગ ઈચ્છે છે કે રાજધાનીમાં ઈલેક્ટ્રીક ઑટોની સંખ્યા વધે. પરિવહન વિભાગે કહ્યુ કે ગયા વર્ષે જ 4261 ઈ-ઑટો લાયસન્સ માટે પ્રક્રિયા શરુ થઈ હતી. આના માટે વિભાગમાંથી અમુક લોકોએ લેટર ઑફ ઈંડેંટ(એલઓઆઈ) પણ મેળવી લીધુ છે. માટે વિભાગ ઈચ્છે છે કે બધા લોકો જલ્દી ઈ-ઑટો ખરીદની પ્રક્રિયા પૂરી કરે.
દિલ્હી સરકારે કહ્યુ છે કે રાજધાનીના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક ઑટો ચલાવવાથી પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે. રાજધાનીના રસ્તાઓ પર એક જ રંગની ઇલેક્ટ્રિક ઑટો અને ઇલેક્ટ્રિક બસો દેખાવા લાગી છે અને હવે સરકાર ઇલેક્ટ્રિક ઑટોની સંખ્યા વધારવા માંગે છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કહ્યુ કે જે લોકોએ હજુ સુધી ઑટો ખરીદી નથી, જો તેઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ તમામ વિભાગીય અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.
દિલ્હી સરકારે મહિલાઓ માટે ઇલેક્ટ્રિક ઑટો માટે 33 ટકા પરમિટ આરક્ષિત કરી હતી. જેના માટે માર્ચમાં લકી ડ્રો યોજાયો હતો, જેમાં 2855 પુરુષોને LOI આપવામાં આવ્યા હતા. જ્યારે મહિલાઓ માટે નિર્ધારિત 1406 પરમિટોમાંથી માત્ર 589 અરજીઓ મળી હતી. જો કે, ઑટો ખરીદનાર લાભાર્થીઓને LOI જાહેર કર્યા પછી પણ પેપર પૂર્ણ કરવામાં અને સબસિડી મેળવવામાં ઘણો સમય લાગી રહ્યો છે. વળી, પરિવહન વિભાગનુ કહેવુ છે કે કેટલાક લોકોને બેંક ખાતા અને અન્ય સમસ્યાઓ હતી, જેને જોતા ઇ-ઑટોની નોંધણીનો સમય જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો હતો.