વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં જિલ્લા અદાલતે મંગળવારે કહ્યું કે સર્વેના વીડિયો અને ફોટોગ્રાફ્સ સાર્વજનિક ન કરવા જોઈએ. વારાણસી કોર્ટે કહ્યું હતું કે દાવામાં પક્ષકારોને માત્ર વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફ્સની નકલો આપવામાં આવશે પરંતુ પક્ષકારોએ ખાતરી કરવી પડશે કે કોર્ટની પરવાનગી વિના આ સાર્વજનિક રૂપે શેર કરવામાં ન આવે.
વારાણસી કોર્ટનો આ આદેશ 5 હિંદુ મહિલાઓની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીની કોપી માંગતી અરજી પર આવ્યો છે. સાથે જ મસ્જિદ કમિટીએ વીડિયોને સાર્વજનિક કરવાની માંગનો વિરોધ કર્યો છે. સોમવારે જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો એક વીડિયો લીક થયો હતો, જે બાદ હિંદુ પક્ષે આજે કોર્ટમાં સીલબંધ પેક એન્વલપ્સ જમા કરાવવા કહ્યું છે. જણાવી દઈએ કે જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરીને લઈને દાખલ કરાયેલી અરજીઓ પર જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
સોમવારે થઇ સુનવણી
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર સોમવારે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સોમવારે અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટી તરફથી સમગ્ર મામલાને બરતરફ કરવાની માંગ કરવામાં આવી હતી. જેના પર અરજદાર મહિલાના વકીલે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ કોર્ટે કેસની સુનાવણી 4 જુલાઈ સુધી સ્થગિત કરી દીધી છે.