ઘણા રાજ્યોમાં થશે વરસાદ
દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પણ હળવો વરસાદ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં રવિવારે પણ હળવો ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. જેના કારણે લોકોને ગરમીમાંથી તાત્કાલિક રાહત મળી છે. જ્યારે આજે દિલ્હીમાં વાદળો છવાતા હળવો ઝરમર વરસાદ પડી શકે છે. જો કે આજે દિલ્હીનુ મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. જો કે હીટવેવ હવે નહિ આવે.
આ જગ્યાએ ઈન્દ્રદેવતા થશે મહેરબાન
યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ, એમપી, છત્તીસગઢમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે ઈન્દ્રદેવતા પંજાબ, હરિયાણા પર મહેરબાની કરી શકે છે. જ્યારે રાજસ્થાન અને ગુજરાતમાં લોકોને ગરમીનો સામનો કરવો પડશે પરંતુ કેટલાક સ્થળોએ હળવાથી ભારે પવનની શક્યતા છે. જ્યારે રણના રાજ્ય રાજસ્થાનમાં પણ ધૂળની ડમરીઓની શક્યતા છે.
તાપમાનમાં કમી
ખાનગી હવામાન માહિતી સંસ્થા સ્કાયમેટે જણાવ્યુ છે કે આજે છેલ્લા 24 કલાક દરમિયાન અંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, કેરળ, તટીય કર્ણાટક, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પંજાબ, ગોવા, હરિયાણાના કેટલાક ભાગો ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં, પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં વરસાદ થયો છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.
ચેતવણી જાહેર
જ્યારે આગામી 24 કલાક દરમિયાન કેરળમાં ચોમાસાના કારણે હળવા વરસાદની સંભાવના છે અને પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, બિહાર, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કોંકણ અને ગોવા, દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે તેથી ચેતવણી જાહેર કરવામાં આવી છે.