બેંગલુરુ, 30 મે : કર્ણાટકના બેંગલુરુમાં એક કાર્યક્રમમાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. આ ઘટના બાદ ભારે મારામારી થઈ હતી. ટિકૈતે આ હુમલાને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અહીં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ સુરક્ષા આપવામાં આવી નથી. આ સરકારની મિલીભગતથી કરવામાં આવ્યું છે. બેંગલુરુમાં એક કાર્યક્રમમાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પર કાળી શાહી ફેંકવા બદલ ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે.
ભારતીય કિસાન યુનિયનના નેતાઓ રાકેશ ટિકૈત અને યુધવીર સિંહ સોમવારે એક ચેનલના સ્ટિંગ ઓપરેશનના વીડિયો પર સ્પષ્ટતા કરવા બેંગલુરુ પહોંચ્યા હતા, જેમાં કર્ણાટકના ખેડૂત નેતા કોડિહલ્લી ચંદ્રશેખર પૈસાની માંગ કરતા પકડાયા હતા. રાકેશ ટિકૈત અને યુધવીર એવું કહેવા આવ્યા હતા કે તેઓ આમાં સામેલ નથી અને છેતરપિંડી કરનાર ખેડૂત નેતા કોડીહલ્લી ચંદ્રશેખર સામે પગલાં લેવા જોઈએ.
#WATCH Black ink thrown at Bhartiya Kisan Union leader Rakesh Tikait at an event in Bengaluru, Karnataka pic.twitter.com/HCmXGU7XtT
— ANI (@ANI) May 30, 2022
મળતી માહિતી મુજબ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ કેટલાક લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ રાકેશ ટિકૈત અને યુદ્ધવીર પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. ટિકૈતના કહેવા પ્રમાણે, જે ખેડૂતોએ શાહી ફેંકી અને હંગામો મચાવ્યો તેઓ ચંદ્રશેખરના સમર્થક હતા. કિસાન સભાના અધ્યક્ષ અવનીશ પવારે કહ્યું કે, જે પણ થયું તેની તપાસ થવી જોઈએ. કિસાન યુનિયનના જનરલ સેક્રેટરી સવિત મલિક કહે છે કે ખેડૂતો પર લાઠીચાર્જ પણ થયો છે, અમે શાહીથી ડરતા નથી.